• સોમવાર, 30 જૂન, 2025

સરકારી ચોથા વર્ગ કર્મચારીઓના વિવિધ પ્રશ્નો અંગે કરાઈ ચર્ચા

ભુજ, તા.29 : કેબિનેટ મંત્રીએ ગુજરાત રાજ્ય ચોથા વર્ગના કર્મચારીના પ્રશ્નો બાબતે મંડળના હોદ્દેદારો સાથે બેઠક યોજી ચર્ચા કરી હતી. બેઠકમાં ગુજરાત રાજ્ય સરકારી ચોથા વર્ગ કર્મચારી મહામંડળ તથા ગુજરાત રાજ્ય ચોથા વર્ગ કર્મચારી સંકલન સમિતિના રાજ્યકક્ષાના પ્રમુખ અનીલભાઈ બાબરિયાના માર્ગદર્શન હેઠળ ગુજરાત રાજ્ય ચોથા વર્ગ કર્મચારી મહામંડળ રાજ્યકક્ષાના ઉપપ્રમુખ તથા કચ્છ જિલ્લા ચોથા વર્ગ કર્મચારી મંડળના મહામંત્રી હિતેશભાઈ ગોર, કચ્છ જિલ્લા ચોથા વર્ગ કર્મચારી મહામંડળના પ્રમુખ અશ્વિનભાઈ ગોર તથા કચ્છ જિલ્લા બોર્ડ નિગમ કર્મચારી મંડળ પ્રમુખ ઉમરશીભાઈ મહેશ્વરી ઉપસ્થિત રહી કર્મચારીઓના પ્રશ્નો બાબતે ચર્ચા કરી હતી. મહામંડળ દ્વારા વડાપ્રધાનને કરાયેલી લેખિત રજુઆત અંગે યોગ્ય કાર્યવાહી કરવા કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ હૈયા ધારણા આપી હોવાનું ગુજરાત રાજ્ય સરકારી ચોથા વર્ગ કર્મચારી મહામંડળની યાદીમાં જણાવાયું હતું. 

Panchang

dd