ભુજ, તા. 14 : શહેરની શાનખ્મી હમીરસર તળાવના કિનારે ઊભતા નાસ્તાની લારી
ધારકો દ્વારા તળાવમાં વધેલો ખોરાક ઢાલવી દુષિત કરાતું હોવાની ફરિયાદને પગલે આજે ભુજ
સુધરાઇની દબાણ શાખા દ્વારા પાંચેક લારીઓ જપ્ત કરી અન્ય ધંધાર્થીઓમાં ભય ફેલાયો હતો.
ભુજમાં મુખ્ય વિસ્તારોમાં ફૂટપાથ સહિતના સ્થળોએ મફતના ભાવે ઊભતા નાસ્તાની લારીધારકો
ટ્રાફિકને નડપર રૂપ થાય જ છે પરંતુ હમીરસર કિનારે લેકવ્યૂ પાસે ઊભતા અમુક લારીધારકો
દ્વારા વધેલો ખોરાક-એંઠવાડ સહિતનો કચરો હમીરસરમાં નખાતો હોવાની જાગૃત નાગરિકોમાં ઊઠેલી
ફરિયાદને પગલે આજે સુધરાઇએ પાંચેક લારીઓને જપ્ત કરી અન્ય ધંધાર્થીઓને પણ તાકીદ કરી
હતી. આ કાર્યવાહીને પગલે આ વિસ્તારમાં ઊભેલા નાસ્તાની લારી ધારકો ભયભીત બન્યા હતા.
જો કે, અમુકે કચરો-ગંદકી ન કરવાની ખાતરી પણ આપી હતી.