• શનિવાર, 07 ડિસેમ્બર, 2024

નૂતન વર્ષે નેર પાબુદાદા મંદિરે ઘોડી ચડાવવાની વિધિ કરાઈ

ભચાઉ, તા. 12 : તાલુકાના રણ નજીક આવેલા નેર અને કડોલ ગામના પાબુદાદાના મંદિરે વર્ષોની પ્રણાલિકા મુજબ નાના બાળકોના નામકરણની વિધિ અને પાબુને ઘોડી ચડાવવાની વિધિ નૂતન વર્ષમાં દબદબાભેર યોજાઈ હતી. નેર પાબુદાદા મંદિર અને ગૌશાળા ખાતે વહેલી સવારે  ચામુંડા માતાજીના મંદિર ખાતે  વાજતે ગાજતે ત્રણ કિલોમીટરથી વધુ  ભાવિકોની હરોળ સાથે  ચાંદીની ઘોડીની શોભાયાત્રા મંદિરે પહોંચી હતી. આ પૂર્વે સવારે પાંચ વાગ્યે મંગળા આરતીમાં ભાવિકો ઉમંગભેર જોડાયા હતા.  મંદિરના મહંત ભુવા દેવશીભાઈ રબારીના સાંનિધ્યમાં  યોજાયેલી વિધિમાં ચામુંડા મંદિરના ભુવા પણ જોડાયા હતા. આ વેળાએ 125થી વધુ બાળકના નામકરણની વિધિ કરવામાં આવી હતી. મોરબીના વીરપર  અને પાવરપટ્ટીનાં ગામોના ભાવિકો ઊમટયા હતાં. વાજતે ગાજતે  ઉંટગાડી, ઘોડાગાડી, ટ્રેકટર, મારુતિ સહીતનાં વાહનો સાથે માવિત્રો પ્રાદેશિક વત્રો, ઘરેણા ધારણ કર્યા હતા. ભોજન પ્રસાદના દાતા તરીકે  વર્ષોથી આર્થિક સહયોગ આપતા મુળ આંબલિયારાના હાલે  કરજણ રહેતા ખુમાણભાઈ ભચાભાઈ કોતરનું સન્માન કરાયું હતું. ભાવિકો માટે વિશાળ મંડપની  સુવિધા હોલમાં કરવામાં આવી હતી. નેરના રબારી સમાજના ખાંભલા પરિવાર યુવક મંડળના કાર્યકરોએ વ્યવસ્થા સંભાળી હતી.  

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang