ભુજ, તા. 28 : `જ્યાં સેવા છે ત્યાં દેવત્વ
છે' આ વિચારને જીવંત રાખતાં ભુજ લોહાણા મહાજનના
સહકારથી લાયન્સ હોસ્પિટલ ભુજ દ્વારા વિનામૂલ્યે નેત્રમણિ તથા નેત્રનિદાન કેમ્પનું આયોજન
કરવામાં આવ્યું હતું. મહાજનના પ્રમુખ ડો. મુકેશ ચંદે, ઉપપ્રમુખ
હરેશ કતિરા, મંત્રી કમલ કારીઆ, ખજાનચી હિતેશ ઠક્કર, આરોગ્ય સમિતિ
ચેરમેન પલ્લવીબેન ઠક્કર, મહિલાશ્રમના પ્રમુખ ચેતન ઠક્કર,
મીત પૂજારા, હર્ષદ (હકી) ઠક્કર, ધીરજ ઠક્કર, મૂળરાજ ઠક્કર, દિલીપ
ઠક્કર, પ્રાણલાલ ઠક્કર, જ્યોતિબેન ઠક્કર
અને વિદ્યાબેન ઠક્કરની ઉપસ્થિતિ રહી હતી. નિષ્ણાત ડોક્ટરોની અનુભવી ટીમ દ્વારા 16 દર્દીની આંખોની વિગતવાર તપાસ
કરવામાં આવી. તેમાંથી ત્રણ જરૂરિયાતમંદ દર્દીનાં વિનામૂલ્યે નેત્રમણિ બેસાડવાનાં ઓપરેશન
કરાયાં હતાં. દર્દીઓને જરૂરી દવાઓનું પણ નિ:શુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું. લાયન્સ
હોસ્પિટલના સંજય ભાટી તથા સુરેશ ચંદેએ સેવા આપી હતી.