• શુક્રવાર, 12 એપ્રિલ, 2024

ઝરપરાની યુવતીએ પીએચ. ડી. બાદ ડોક્ટરેટની પદવી મેળવી

કોડાય (તા. માંડવી), તા. 23 : મુંદરા તાલુકાના ઝરપરા ગામની યુવતી ડો. વૈશ્નવી પુનશીભાઈ ગિલવાએ (પ્રોફેસર જીઈએસ કલાસ -2) કેમેસ્ટ્રી વિષયમાં પીએચ.ડી. કરી ડોક્ટરેટની પદવી મેળવી છે. પ્રાથમિક શિક્ષણ  પ્રતાપપુર પ્રા. શાળા તેમજ ધો. 5-7 આર.ડી. પ્રા. શાળા મુદરામાં મેળવ્યું હતું. માસ્ટર કોર્સ એમ.એસસી.- એમ.જી. સાયન્સ કોલેજ ગુ. યુનિવર્સિટી અમદાવાદમાં પૂર્ણ કર્યા બાદ કરાર આધારિત સરકારી ઈજનેરી કોલેજમાં ભરતી થયા, ત્યારબાદ સરકારી પોલિટેનિક કોલેજ - પોરબંદર ખાતે પ્રથમ જોબ મળી, ત્યારે જી.પી.એસ.સી.ની જાહેરાત આવતાં અરજી કરી અને પ્રથમ ક્રમાંક સાથે પાસ થયા. એલ.. કોલેજ મોરબી ખાતે પોસ્ટિંગ મળ્યું અને નોકરી કરતાં કરતાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે કેમેસ્ટ્રી વિષય સાથે પી.એચડી. પૂર્ણ કર્યું હતું.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang