• સોમવાર, 21 સપ્ટેમ્બર, 2026

હૂતીનો સાઉદી ઉપર મોટો હુમલો : બેલિસ્ટિક મિસાઇલ દાગી

નવી દિલ્હી, તા. 20 : હૂતી જૂથે કહ્યું છે કે, તેણે સાઉદી અરબની રાજધાની રિયાદ અને લાલ સાગરનાં કિનારે સ્થિત મુખ્ય ઔદ્યોગિક અને ઊર્જા કેન્દ્ર યાનબૂને નિશાન બનાવીને મોટાપાયે હુમલો કર્યો છે. આ હુમલાનાં કારણે બન્ને વચ્ચે ટકરાવ વધી ગયો છે. હૂતીએ પોતાની ટીવી ચેનલ ઉપર કહ્યું હતું કે, આ હુમલામાં મોટાપાયે બેલિસ્ટિક અને ક્રૂઝ મિસાઇલ અને ડ્રોનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. સાઉદી અધિકારીઓ દ્વારા રિયાદ માટે હવાઈ હુમલાનું એલર્ટ પણ જારી કરવામાં આવ્યું. સાઉદી નેતૃત્વવાળા ગઠબંધને કહ્યું હતું કે, હૂથીએ શનિવારે રિયાદ ઉપર બેલિસ્ટિક મિસાઇલ દાગી દીધી હતી. આ પહેલા સાઉદીની રાજધાનીના આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પાસે પણ આગ ભભૂકી હતી. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd