• શુક્રવાર, 20 નવેમ્બર, 2026

ધ્રબુડીમાં તર્પણવિધિના મનદુ:ખમાં મહિલાને માર મારી છેડતી

ભુજ, તા. 19 : માંડવીના ધ્રબુડી ખાતે તર્પણવિધિના મનદુ:ખમાં માર મારી છેડતી કર્યાની ફરિયાદ નોંધાઈ છે. ગત તા. 14/11ના સાંજે ધ્રબુડી ખાતે બનેલા આ બનાવ અંગે આજે માંડવી મરીન પોલીસ મથકે આધેડ વયના મહિલાએ આરોપી નારાણ ઉર્ફે લાલજી ગાંગા મકવાણા અને સંજય રામજી મકવાણા (રહે. બન્ને વરલી, તા. ભુજ) વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. આરોપીઓએ પિતૃતર્પણવિધિ બાબતના મનદુ:ખમાં ફરિયાદીને માર મારી છેડતી કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. પોલીસે છેડતી સહિતની કલમો તળે ગુનો દાખલ કરી તજવીજ આદરી છે. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd