ગાંધીધામ, તા. 19 : રાપરના ભુટકિયામાં બાળકી સાથે
અડપલાં અંગે એક શખ્સ સામે ગુનો દર્જ થયો હતો. આ શખ્સને પોલીસે પકડી પાડ્યો હતો. ભુટકિયામાં
આજે સવારના અરસામાં આ ચકચારી બનાવ બન્યો હતો. પોલીસે વિગતો આપતાં જણાવ્યું હતું કે, મોમાય માતાજીના ભુવા એવો આરોપી ખેતા કોળી નામનો
શખ્સ મંદિરે હતો ત્યારે એક બાળકી ત્યાં આવતાં આ શખ્સે બાળકી સાથે અપડલાં કર્યાં હતાં.
બાળકીના પરિવારજનોને આ વાતની જાણ થતાં પોલીસ મથકે ફરિયાદ નોંધાવાઈ હતી. પોલીસે બનાવ
અંગે ગુનો નોંધી આરોપીને પકડી પાડયો હતો આગળની વધુ તપાસ ભચાઉ ડીવાય.એસ.પી.એ. હાથ ધરી
છે.