અમદાવાદ, તા. 17 (અમારા પ્રતિનિધિ તરફથી) : મુખ્યમંત્રી
ભૂપેન્દ્ર પટેલે અમેરિકાના સાન ફ્રાન્સિસ્કોમાં ગુજરાતી ડાયસ્પોરા સાથે બેઠક અને સંવાદ
યોજીને પોતાના યુ.એસ. પ્રવાસનો પ્રારંભ કર્યો હતો. આ તબક્કે મુખ્યમંત્રીએ, કહ્યું હતું કે, ગુજરાત
સેમિકન્ડક્ટર, એઆઈ, ડેટાસેન્ટર,
બાયોટેક્નોલોજી જેવા ન્યૂ એજ સેક્ટર્સમાં હબ બનીને વિકસિત ભારતનો આ સંકલ્પ
સાકાર કરશે. આગામી વાયબ્રન્ટ સમિટ-2027 માટે વધુ એક સક્ષમ પ્લેટફોર્મ બનશે. તેમણે સાન ફ્રાન્સિસ્કોના
ગુજરાત સમુદાયો, ઉદ્યોગ - વેપાર અગ્રણીઓને
આ સમિટમાં જોડાવા આમંત્રણ પણ પાઠવ્યું હતું. આગામી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઈન્વેસ્ટર
સમિટ-2027માં યુ.એસ., કેનેડાના ઉદ્યોગ-રોકાણકારોને સહભાગી થવા અને
ગુજરાતમાં નિવેશ-ઉદ્યોગ સંસ્થાપન માટે આમંત્રણ આપવા મુખ્યમંત્રી ઉચ્ચ સ્તરીય ડેલિગેશન
સાથે યુ.એસ. અને કેનેડાના સાપ્તાહિક પ્રવાસે છે. તેમણે આ સંદર્ભમાં સાન ફ્રાન્સિસ્કોમાં
વસતા ગુજરાતી સમુદાયો સાથે બેઠક યોજીને ગુજરાતની પ્રભાવક વિકાસ ગાથા પ્રસ્તુત કરી હતી.
તેમણે કહ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સૌના સાથ,
સૌના વિકાસ, સૌના વિશ્વાસ અને સૌના પ્રયાસના મંત્ર
સાથે જે વિકાસની ગતિ દેશને આપી છે તેમાં ગુજરાત દેશના સર્વગ્રાહી વિકાસથી ગ્રોથ એન્જિન
તરીકે પ્રથાપિત થયું છે. વિકસિત ભારત 2047નો જે સંકલ્પ વડાપ્રધાને કર્યો છે તેમાં પણ વિકસિત ગુજરાત-2047થી લીડ લેવાનો આપણો સંકલ્પ
છે. મુખ્યમંત્રી સાથે ગુજરાતી સમુદાયના લોકોએ પ્રશ્નોત્તરી કરી હતી. તેમણે કહ્યંy હતું કે,
આવી વૈશ્વિક પ્રતિભાઓ અને તેમના વતન રાજ્ય ગુજરાતની કંપનીઓ, ઉદ્યોગો વચ્ચે એક સુદૃઢ સેતુ ગુજરાત સરકાર બનાવવા માગે છે. આના પરિણામે નોલેજ
શારિંગ, ટેક્નોલોજી સહયોગ અને માર્ગદર્શનની નવી વૈશ્વિક તકો રાજ્યમાં
ખૂલશે અને વિકસિત ભારત-2047નાં લક્ષ્યો
ઝડપથી સિદ્ધ થઈ શકશે.