નવી દિલ્હી, તા. 24 : કેન્દ્રીય
મંત્રી નીતિન ગડકરીએ એક ધ્યાન ખેંચતી ટિપ્પણીમાં કહ્યું હતું કે, દેશમાં આજે પણ દેખાતી
હિન્દુ-મુસ્લિમ સંબંધિત સમસ્યાઓ માટે કોંગ્રેસની માનસિકતા અને વોટબેન્કની રાજનીતિ
છે. કોંગ્રેસે `સેક્યુલરિઝમ'ની ખોટી વ્યાખ્યા કરી છે.
`સેક્યુલર'નો અર્થ ધર્મનિરપેક્ષતા નહીં, પરંતુ સર્વ ધર્મ સમભાવ
છે, તેવું ગડકરીએ કહ્યું હતું. ભારત પહેલાં પણ `સેક્યુલર' દેશ હતો, આજે પણ છે અને હંમેશાં રહશે. એ કોઈ ભાજપ અને આરએસએસના કારણે નથી, પરંતુ ભારતીય સનાતન સંસ્કૃતિના કારણે છે, તેવું
કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું. ગડકરીએ કહ્યું હતું કે, કોંગ્રેસે
`સેક્યુલર'
શબ્દની ખોટી વ્યાખ્યા સાથે વોટબેન્કની રાજનીતિ માટે ચોક્કસ વર્ગનું
તૃષ્ટિકરણ કર્યું છે. હકીકતમાં, અર્થ `સર્વ
ધર્મ સમભાવ'નો
છે. મતલબ કે, દરેક ધર્મને સમાન સન્માન, સમાનતા તેમજ ન્યાય મળવો જોઈએ, તેવું તેમણે જણાવ્યું
હતું. ગડકરી બોલ્યા હતા કે, ભારતીય સંસ્કૃતિ સહિષ્ણુ,
કરુણામય અને સૌને સાથે લઈને ચાલનારી છે. કોઈ હિન્દુ રાજા દ્વારા
ધાર્મિક સ્થળો નષ્ટ કરાયાં હોય તેવી કોઈ ઘટનાનું ઉદાહરણ ઈતિહાસમાં નથી મળતું.