• બુધવાર, 17 ડિસેમ્બર, 2025

યહુદીઓ પર આતંકી હુમલાનો મૃત્યુઆંક 16

સિડની, તા. 15 : ઓસ્ટ્રેલિયામાં યહુદીઓ ઉપર થયેલા આતંકવાદી હુમલાએ પૂરી દુનિયાને હચમચાવી દીધી છે. બે આતંકીઓએ કરેલા હુમલામાં અત્યારસુધીમાં 16 લોકોના જીવ ગયા છે અને 40થી વધારે લોકોને ઈજા પહોંચી છે. આ દરમિયાન તપાસમાં સામે આવ્યું હતું કે બન્ને આતંકી પિતા-પુત્ર હતા અને પાકિસ્તાની મૂળના હતા. હુમલામાં પિતાનું મૃત્યું છે અને આતંકી પુત્રને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. તપાસ અનુસાર બન્ને આતંકી પાસે લાયસન્સ ધરાવતી છ બંદૂક હતી અને તેના દ્વારા જ કત્લેઆમ કર્યો હતો. ઓસ્ટ્રેલિયા મીડિયા રિપોર્ટસ અનુસાર આતંકીનું કનેક્શન આઈએસઆઈએસ સાથે મળી આવ્યું છે. ઘટના સ્થળે મળેલી આતંકીની ગાડીમાંથી આઈએસઆઈએસનો ઝંડો અને વિસ્ફોટક બરામદ કરવામાં આવ્યા છે. સિડનીમાં આવેલા બોન્ડી સમુદ્ર તટે હનુક્કા તહેવાર માટે મોટી સંખ્યામાં યહુદીઓ એકત્રિત થયા હતા. આ દરમિયાન આતંકવાદી પિતા-પુત્રએ કત્લેઆમ મચાવી દીધો હતો. પોલીસના કહેવા પ્રમાણે હુમલાઓર 50 વર્ષીય સાજીદ અકરમ અને તેનો 24 વર્ષનો પુત્ર નવીદ અકરમ હતો. બન્ને પાસે કુલ 6 લાયસન્સ ધરાવતા હથિયાર હતા અને તેનો જ ઉપયોગ હુમલામાં થયો હતો. બન્નેએ પોતાના પરિવારને કહ્યું હતું કે, માછલી પકડવા માટે દક્ષિણ તટની યાત્રાએ જઈ રહ્યા છે. આતંકી સાજીદ અકરમ ફળની દુકાન ચલાવતો હતો જ્યારે આતંકવાદી પુત્ર બેરોજગાર હતો. તપાસમાં સામે આવ્યું છે કે સાજીદ 1998મા છાત્ર વિઝા ઉપર ઓસ્ટ્રેલિયા આવ્યો હતો અને 2001મા પાર્ટનર વિઝામાં તબદીલ કરવામાં આવ્યા હતા. ત્યારથી જ તે સિડનીમાં રહેતો હતો જ્યારે નવીદે ઓસ્ટ્રેલિયાના એક ઈસ્લામિક સેન્ટરમાંથી કુરાનનો અભ્યાસ કર્યો હતો. સીબીએસ ન્યુઝના રિપોર્ટ અનુસાર અમેરિકી ગુપ્તચર અધિકારીઓએ કહ્યું છે કે બન્ને હુમલાખોર પાકિસ્તાની નાગરિક હતા. નવીદ અકરમના ન્યુ સાઉથ વેલ્સના ડ્રાઈવિંગ લાયસન્સની તસવીર પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે. જેમાં કથિત રીતે નવીદે પાકિસ્તાની ક્રિકેટ ટીમની જર્સી પહેરેલી છે. આ મામલે ઓસ્ટ્રેલિયન પીએમ અલ્બનીઝનું કહેવું છે કે નવીદ પહેલી વખત ઓક્ટોબર 2019મા ઓસ્ટ્રેલિયાની ગુપ્તચર એજન્સીના ધ્યાને આવ્યો હતો. ત્યારે તેની તપાસ બીજા સાથે જોડાયેલો હોવાની દિશામાં થઈ હતી. જો કે જોખમનો સંકેત મળ્યો નહોતો. એટલે આગળ તપાસ થઈ નહોતી.

Panchang

dd