• મંગળવાર, 27 ઑક્ટોબર, 2026

ભુજ : ફરિયાદ પાછી લેવાની ના પાડતાં ચાર શખ્સનો યુવાન ઉપરા ઘાતક હુમલો

ભુજ, તા. 26 : પોણા બે વર્ષ પહેલાં કરેલી ફરિયાદ પાછી લઇ સમાધાન કરી લે, નહિતર જાનથી મારી નાખશું તેવી ફરિયાદીને ધમકી અપાતાં ફરિયાદીએ ફરિયાદ પાછી લેવાની ના પાડતાં લોખંડના પાઇપ અને છરી વડે ચાર શખ્સે યુવાન ઉપર ઘાતક હુમલો કરતાં અસ્થિભંગ સહિતની ઇજા પહોંચી હતી. ગત તા. 24/10ના રાત્રે સાડા આઠેક વાગ્યે રામકૃષ્ણ કોલોનીમાં થયેલા આ હુમલા અંગે ત્યાં રહેતા પ્રકાશ ઉર્ફે સુનીલ કાળુજી ઠાકોરે આરોપી વિજય મોહનગર ગોસ્વામી, સંજય ઉર્ફે બબુડો મોહનગર ગોસ્વામી, આશિષ પીઠડિયા અને અર્જુન વાઘેલા વિરુદ્ધ બી-ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદી પ્રકાશ ઉપર લોખંડના પાઇપ અને છરીથી ઘાતક હુમલો કરી અસ્થિભંગ સહિતની ઇજા પહોંચાડયાનું ફરિયાદમાં લખાવાયું છે.

Ram Katha

Vyapar Utsav

Panchang

dd