• સોમવાર, 21 સપ્ટેમ્બર, 2026

કુકમા આગ : શરૂઆત પાઉડર પ્લાન્ટ બાદ ઓઇલ-કેમિકલનું કામકાજ

ભુજ, તા. 20 : ગઇકાલે કુકમાના સીમાડે ઓઇલ સ્ટોરેજ ડેપોમાં બપોરે લાગેલી ભયાવહ આગ ભારે જહેમત બાદ રાત્રે 12 વાગ્યે કાબૂમાં આવી હતી. આ આગમાં પાંચેક જેટલાં ટેન્કર બળીને ખાખ થયાની પ્રાથમિક વિગતો મળી છે. પોલીસે આગ અકસ્માતનો ગુનો નોંધી નમૂના એકત્ર કરી એફએસએલમાં મોકલ્યા હતા  અને સંબંધિતોની પૂછતાછ આદરી છે. આ ભીષણ આગના બનાવ અંગે પદ્ધર પોલીસ મથકના પીઆઇ એ.ડી. ખાંટનો સંપર્ક સાધતાં તેમણે જણાવ્યું હતું કે, ગઇકાલે ઘટનાસ્થળેથી નમૂના એકત્ર કરી ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીમાં મોકલી દીધા છે. જેનો અહેવાલ આવતીકાલે આવશે જેમાં આગ લાગવા પાછળનું કારણ જાણવા મળશે. આ ઓઇલ સ્ટોરેજ ડેપો અંગે પૂછતાં તેમણે જણાવ્યું હતું કે, શરૂઆતમાં તારાંબિકા પાઉડર પ્લાન્ટ ચાલુ થયો હતો, આ બાદ અહીં વેસ્ટેજ ઓઇલ સ્ટોરેજ ડેપો ચાલુ કરી કામગીરી થતી હતી. પીઆઇ શ્રી ખાંટે આ તારાંબિકાવાળા કરણભાઇ રાજેશભાઈ પંડયા (રહે. માધાપર)ની પૂછતાછ કરતાં તેમની પાસે આ ઓઇલ ડેપો સંબંધેના કાગળો હોવાની વિગતો આપતાં પોલીસે તે રજૂ કરવા જણાવ્યું છે. આ ભીષણ આગને લઇને પોલીસે છાનબીન આદરી છે. બીજી તરફ આ બનાવ અંગે ભુજના પ્રાંત અધિકારીનો સંપર્ક સાધતાં તેમણે જણાવ્યું હતું કે, આ બનાવ અંગે હાલ પોલીસે તપાસ આદરી દીધી છે. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd