• રવિવાર, 26 એપ્રિલ, 2026

આદિપુરના ત્રણ મતદાર જીવિત હોવા છતાં મૃત દર્શાવાયા !

ગાંધીધામ, તા. 25 : આદિપુરના વોર્ડ-ફોર એ.એફ. વિસ્તારમાં ત્રણ મતદાર જીવિત હોવા છતાંય મૃત જાહેર કરી   દેવાયા હોવા મામલે ફોજદારી  ફરિયાદ દાખલ કરવા પોલીસમાં અરજી કરાઈ છે. અરજદાર વિશાલ મોહનભાઈ સોલંકીએ ત્રણ જણ સામે નામજોગ કરાયેલી ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે  મતદારયાદીમાં નામ છે કે નહીં તે ચકાસવા ગયા તો નામ યાદીમાં ન હોવાનું જણાયું હતું. આ સંબંધી પંચકામ અને રોજકામ મેળવાયું હતું, જે વર્ષ 2025માં કરાયું હતું. તેમાં અરજદાર ઉપરાંત તેમના માતા અને તેમના ભાઈ હયાત હોવા છતાંય મૃતક બતાવ્યા હોવાનું માલૂમ પડયું  હતું. ત્રણ શખ્સે કાવતરું રચીને  મતદાન ન કરી શકીએ તેવું કૃત્ય કર્યું હોવાનું જણાવી ફોજદારી ફરિયાદ દર્જ કરવાજણાવાયું છે. 

Panchang

dd