વસંત પટેલ દ્વારા : કેરા (તા. ભુજ), તા. 2પ : ચોવીસીનાં
દહીંસરા ગામે ભાઈઓ-બાઈઓનાં બન્ને મંદિરે મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવની રોનક કેન્યાથી
યુ.કે. વાયા ઓસ્ટ્રેલિયા, સ્વિડન સુધી
છવાઈ છે. ગામ હરિભક્તોની લહેરથી સહજાનંદમય બન્યું છે. ભુજ સ્વામિનારાયણ મંદિરના મહંત
પુરાણી ધર્મનંદનદાસજી સ્વામી, ઉપમહંત પુરાણી ભગવદ્જીવનદાસજી સ્વામી,
કોઠારી પાર્ષદવર્ય જાદવજી ભગત આદિ વડીલ સંતોની આજ્ઞા અને આશીર્વાદથી
શ્રીહરિદાસજી સ્વામીની પ્રસન્નતા અર્થે સ્વ. રામજી દેવજી ખીમાણી, દાદી અમરબાઈની પુણ્યસ્મૃતિમાં સાં.યોગી મોટા રામબાઈ, પિતા જાદવા રામજી ખીમાણી સમગ્ર પરિવારના મુખ્ય યજમાન પદે તેમજ સ્વ. નારાણ દેવજી
જેસાણી, સામબાઈ, માવજી નારાણ સમગ્ર પરિવાર,
સ્વ. ધનજી લાલજી માયાણી,
ધનબાઈ ધનજી રામજી ખીમાણી, પ્રેમજી પરબત
વરસાણી, સ્વ. રામજી વિશ્રામ પાંચાણી સમગ્ર પરિવારોના મુખ્ય યજમાન
તેમજ અન્ય પરિવારોના સહયજમાન પદે સત્સંગીજીવન સપ્તાહ પારાયણનો યજ્ઞ સાતદિવસીય ઊજવવાની
તૈયારી પરાકાષ્ઠાએ છે. તા. 2/5ના મંગળાચરણ પહેલાં તા. 29/4થી 1/5 વિષ્ણુયાગ, પોથીયાત્રા, નરનારાયણદેવ
પૂજન, ઘનશ્યામ જન્મોત્સવ, રથયાત્રા,
હરિ આગમન, શોભાયાત્રા સહિત રાત્રીય કાર્યક્રમો
સહજાનંદ સભા મંડપ દહીંસરા ખાતે યોજાનાર છે. કચ્છમિત્રને મંદિર સમિતિ વતી યુવા અગ્રણી
કિશોરભાઈ પિંડોરિયાએ વિગતો આપતાં જણાવ્યું કે, ઉત્સવને લઈને દેશ-વિદેશથી
મોટી સંખ્યામાં ભક્તો આવતાં મોટું ગામ ચહલપહલથી
રોનકમય બન્યું છે. સ.ગુ. ઘનશ્યામજીવન સ્વામી, સ.ગુ. નારાયણસેવક
દાસજી, લક્ષ્મીપ્રસાદ સ્વામી, શ્રહરિ સ્વામીને
સ્મરાયા છે. કથા સવારે 8થી 11, સાંજે 3.30થી 6.30 રખાઈ છે. સમગ્ર સંકલન ભુજ મંદિરના
વરિષ્ઠ કોઠારી દેવપ્રકાશદાસજી સ્વામી, સર્વે સંતમંડળના અને મંડળધારી સંતોના સહકારે સંભાળી રહ્યા છે. દહીંસરાના ત્યાગી
દેવસ્વરૂપ સ્વામી, શ્રીજી પ્રકાશસ્વામી, પ્રેમસ્વરૂપ સ્વામીનું ગામ ગૌરવ અનુભવી રહ્યું છે. તૈયારીઓને આખરી ઓપ અપાઈ
રહ્યો છે.