ગાંધીધામ, તા. 25 : આડેસર ચેકપોસ્ટેથી પોલીસે રૂા.
12,650ના દારૂના જથ્થા સાથે બે આરોપીની
ધરપકડ કરી હતી. પોલીસે આડેસર ચેકપોસ્ટ પાસેમોટર સાઈકલ જીજે-39-એફ-2682વાળાને રોકાવીને
છાનબીન આરંભી હતી. આ વાહનમાં સવાર આરોપી વીરાભાઈ
જીવણભાઈ આહીર, બાબુભાઈ માનસંગભાઈ પરમારના
કબજામાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂના 180 એમ. એલ.ના 46 ક્વાર્ટરિયા મળી આવ્યા હતા, જેની કિંમત રૂા. 12,650 આંકવામાં આવી હતી. પોલીસે બંને
આરોપીની ધરપકડ કરી મોબાઈલ ફોન તથા મોટર સાઈકલ
સહિત કુલ રૂા. 62,650નો મુદ્દામાલ હસ્તગત લઈને વધુ તપાસ આરંભી છે.