• રવિવાર, 26 એપ્રિલ, 2026

ગાંધીધામના ઝુંપડપટ્ટી વિસ્તારમાંથી બે બાળકને શિક્ષણ માટે દત્તક લેવાયાં

ગાંધીધામ, તા. 25 : ગ્લોબલ મેલોડીઝ વેલ્ફેર ટ્રસ્ટ દ્વારા ગાંધીધામના ઝૂંપડપટ્ટી વિસ્તારમાંથી બે બાળકને શિક્ષણ માટે દત્તક લેવામાં આવ્યાં છે. ટ્રસ્ટ દ્વારા મ્યુઝિકલ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને તેમાં એકત્રિત ફંડનો ઉપયોગ શિક્ષણક્ષેત્રમાં વંચિત બાળકોના અભ્યાસ માટે અને આરોગ્યક્ષેત્રમાં આંખના ઓપરેશન જેવા સામાજિક કાર્યો માટે કરવાનો સંકલ્પ લેવામાં આવ્યો છે. આ પહેલની પ્રથમ કડીમાં શિક્ષણક્ષેત્રમાં બે બાળકને દત્તક લેવામાં આવ્યાં છે અને તેમના 12મા ધોરણ સુધીની ફી ટ્રસ્ટ દ્વારા ભરવામાં આવશે. બંને બાળકને પી. એન. અમરશી સ્કૂલમાં પ્રવેશ આપવામાં આવ્યો છે. ટ્રસ્ટના પ્રમુખ સંજય ગાંધી દ્વારા તમામ દાતાઓ અને સહયોગ આપનારા તમામ લોકોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. તેમણે આશા વ્યક્ત કરી છે કે, સૌનો સહકાર આ જ રીતે મળતો રહેશે, તો ભવિષ્યમાં વધુ બાળકોને દત્તક લઈ શકાશે. ટ્રસ્ટી સુનીલ પારદાસાની, ગોપાલ અગરવાલ, સુરેંદર ગુપ્તા, સુધીર ભાટનગર, રાહુલ પિથાડિયા, સારિકા ગાંધી, પદ્મા પારદાસાની, સંગીતા અગરવાલ, સંગીતા ગુપ્તા, કલ્પના ભાટનગર અને રોશની પિથાડિયા સામેલ છે. 

Panchang

dd