ભુજ, તા. 25 : કચ્છ જિલ્લો દેશનો સૌથી વધુ
દેશી ગોવંશ ધરાવતો જિલ્લો હોવાથી ગોવંશની સુખાકારી,
સંરક્ષણ અને સંવર્ધન સાથે પ્રકૃતિ રક્ષા, પર્યાવરણ
શુદ્ધિ અને લંપી રોગમાં મૃત્યુ પામેલ ગોવંશના આત્મ કલ્યાણના પવિત્ર સંકલ્પ સાથે ગો
સેવા ગર્તિવિધિ સૌરાષ્ટ્ર પ્રાંતના માર્ગદર્શન અને ગોરસીયા સેવા ફાઉન્ડેશન- બળદીયા
અને ગિરધરભાઈ પીંડોરીયા- માધાપર સંચાલિત કેરાની
બાજુમાં આવેલા નિરણ કેન્દ્ર ખાતે આગામી રથી 8 જુન સુધી આયોજિત વિશિષ્ઠ ગો રક્ષા એવમ્ ગો સંવર્ધનાર્થે સપ્તદિન
સાધ્ય સુરભી ગો યાગનું ભૂમિપૂજન અને ધર્મ ધ્વજારોહણ વિધિ સંપન્ન થઈ હતી. ચતુર્વેદ પારાયણ સાથે આયોજિત આ સાત દિવસીય
યાગમાં યજ્ઞ મંડપની પરિક્રમાને ફરતે નંદી મહારાજ સહિત 21 ગોવંશ અને 30 એકરમાં ફેલાયેલ નિરણ કેન્દ્રમાં
આશ્રય મેળવતા ચાર હજારથી વધુ ગોવંશના સાનિધ્યમાં યોજાનાર યાગમાં સવા લાખથી વધુ મંત્રોની
આહુતિ આપવામાં આવશે. પૂજનવિધિમાં કચ્છના જાણીતા ગોપ્રેમી પરબતભાઈ ગોરસીયાના મુખ્ય યજમાન
પદે પુષ્યનક્ષત્રમાં થયેલા ભૂમિપૂજનની આ શાસ્ત્રોક્ત વિધિ ગોર જયદીપ શાસ્ત્રીજી રહ્યા
હતા.સ્વામિનારાયણ મંદિર ભુજ પ્રેરિત ગાય ખેતી અભિયાનના ખેડૂતો, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને કિસાન સંઘના કાર્યકરો
સાથે અનેક ગોપાલકો, માલધારીઓ, ગોશાળા સંચાલકો
અને ગૌપ્રેમીઓ સહિતની મોટી સંખ્યાની ઉપસ્થિતિમાં નારણપર ગુરુકુળના સંચાલક ધર્મચરણસ્વામીએ
આશિર્વચન પાઠવ્યા હતાં એવું સંચાલક અને ગો સેવા ગતિવિધિના સૌરાષ્ટ્ર પ્રાંત સંયોજક
મેઘજીભાઈ હીરાણીની યાદીમાં જણાવાયું હતું.