• શનિવાર, 18 એપ્રિલ, 2026

ગાંધીધામની કંપની સાથે 5.13 લાખની છેતરપિંડી

ગાંધીધામ, તા. 17 : શહેરના જી.આઇ.ડી.સી.માં આવેલી કંપનીમાં કામ કરતા એચ.આર. સહાયક મેનેજરે કંપનીમાંથી છૂટા થયેલા કામદારોનાં નામે પગાર મેળવી પોતાના ઓઁળખીતાઓના ખાતાઓમાં જમા કરાવી કંપની સાથે રૂા. 5,13,829ની છેતરપિંડી કરી હતી. શહેરના જી.આઇ.ડી.સી.માં પ્લોટ નંબર 24માં આવેલી શાંતિનાથ મોટર્સ પ્રા. લિમિટેડ નામની કંપનીમાં આ બનાવ બન્યો હતો. ફરિયાદી એવા પિન્કુ સુભાષ શર્મા પાસે સર્વિસ એન્જિનીયર તરીકે કામ કરતા પંકજસિંઘે આવી બે મહિનાનું ઇન્સેન્ટીવ ન મળ્યું હોવાનું કહ્યું હતું, જેની તપાસ કરતાં એચ.આર. સહાયક મેનેજર આરોપી રાકેશ શ્રવણ કતારિયાએ આ કર્મીની જગ્યાએ અન્ય ખાતામાં પૈસા જમા કરાયા હોવાનું બહાર આવ્યું હતું. વધુ તપાસ કરતાં આરોપીએ અગાઉ નોકરી કરી ગયેલા કર્મીઓના નામે નોકરી ચાલુ રાખી તેમની જગ્યાએ પોતાના ઓળખીતાઓના બેંક ખાતામાં પૈસા જમા કરાવી કંપની સાથે રૂા. 5,13,829ની છેતરપિંડી આચરી હોવાનું બહાર આવ્યું હતું. આ શખ્સ સામે પોલીસે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે. 

Panchang

dd