• શનિવાર, 18 એપ્રિલ, 2026

દારૂના કેસમાં ભુજના આરોપીની નિયમિત જામીન અરજી ફગાવાઈ

ભુજ, તા. 17 : ભારતીય બનાવટના વિદેશી શરાબના જથ્થા સાથે ઝડપાયેલા આરોપી ભુજના સાહિલ ઉર્ફે સચિન રમેશગર ગોસ્વામીએ નિયમિત જામીન મેળવવા કરેલી અરજી સેશન્સની અદાલતે ફગાવી દીધી હતી. અંગ્રેજી પ્રકારના દારૂના જથ્થા સહિત રૂા. 1.38 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયેલા આરોપી સાહિલે નીચલી અદાલતમાં જામીન મેળવવા કરેલી અરજી ફગાવાયા બાદ સેશન્સ કોર્ટમાં ધા નાખી હતી. અદાલતે બંને પક્ષની દલીલ સાંભળી આરોપીએ સમાજને અસરકર્તા ગુનો આચર્યો છે અને જો તેને જામીન આપવામાં આવે તો તપાસને હાનિ પહોંચે તેવી શક્યતા હોવાનું તારણ આપી જામીન નકાર્યા હતા. આ કેસમાં સરકાર તરફે સરકારી વકીલ સુરેશ એ. મહેશ્વરીએ હાજર રહી દલીલ કરી હતી. 

Panchang

dd