• મંગળવાર, 14 એપ્રિલ, 2026

સામખિયાળીમાં દારૂ સાથે બે મુંબઈગરાની અટક

ગાંધીધામ, તા. 13 : ભચાઉના સામખિયાળીમાં મુંબઈથી દારૂ લઈ આવનારા બે મુંબઈગરાને પોલીસે પકડી પાડી રૂા. 24,200નો દારૂ જપ્ત કર્યો હતો. સામખિયાળી રેલવે સ્ટેશનમાંથી બહાર નીકળનારા બે શખ્સ પાસે બેગમાં દારૂ હોવાની પૂર્વ બાતમીના આધારે સ્મશાન ઓવરબ્રિજ પાસે સર્વિસ રોડ પર પોલીસે આજે સવારે વોચ ગોઠવી હતી. દરમ્યાન બે શખ્સ આવતાં મુંબઈગરા એવા મૂળ રાપરના ઘનશ્યામ કેશા મણોદરા તથા આદિપુરના ભાવિન હસમુખ દરજીને પકડી પાડવામાં આવ્યા હતા. બંને પાસેથી કિંગફીશર બિયરના 110 ટીન એમ કુલ રૂા. 24,200નો દારૂ જપ્ત કરાયો હતો. તેમને હાલ મુંબઈ રહેતા મૂળ સઈના કિશોરસિંહ જાડેજાએ સાંતાક્રૂઝથી આ દારૂ આપ્યો હતો અને કચ્છમાં છૂટક વેચાણ કરવા કહ્યું હતું. આ દારૂ આપનારાને પકડી પાડવા આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.

Panchang

dd