ગાંધીધામ, તા. 13 : સ્થાનિક
સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત આદર્શ આચાર-સંહિતા લાગુ હોવાથી તથા કાયદો-વ્યવસ્થા જળવાઇ
રહે તે હેતુથી કિડાણાના શખ્સને કચ્છ અને તેને અડીને આવેલા જિલ્લાઓમાંથી તડીપાર કરવામાં
આવ્યો હતો. ચૂંટણી દરમ્યાન અનિચ્છનીય બનાવ ન બને તેની તકેદારીના ભાગરૂપે અસામાજિક પ્રવૃત્તિઓ
કરતા માથાભારે તથા વ્યાજખોરીની પ્રવૃત્તિ કરતા શખ્સો સામે કડક કાર્યવાહીના આદેશ બાદ
આવી પ્રવૃત્તિઓને અંકુશમાં લાવવા કિડાણાના સુલતાન ગની છુછિયા નામના શખ્સની તડીપારની
દરખાસ્ત તૈયાર કરી અંજાર સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટને મોકલાવી હતી, જ્યાંથી લીલીઝંડી મળતાં આ શખ્સને હસ્તગત કરી તેને કચ્છ તથા મોરબી, સુરેન્દ્રનગર, પાટણમાંથી તડીપાર કરવામાં આવ્યો હતો. આ
શખ્સ સામે અગાઉ જુદી-જુદી કલમ તળે ચાર ગુના નોંધાયેલા છે.