• મંગળવાર, 14 એપ્રિલ, 2026

કિડિયાનગરમાં જુગાર રમતા ત્રણ ઝડપાયા : એક નાસી ગયો

ગાંધીધામ, તા. 13 : રાપરના કિડિયાનગરમાં જાહેરમાં પત્તા ટીંચતા ત્રણ શખ્સને પોલીસે પકડી પાડી રોકડ રૂા. 12,000 જપ્ત કર્યા હતા, જ્યારે એક શખ્સ નાસી જવામાં સફળ રહ્યો હતો.  કિડિયાનગરના પ્લોટ વિસ્તારમાં આવેલી બાવળની ઝાડીમાં ગઈકાલે સાંજે અમુક શખ્સો ગંજીપાના વડે પોતાનું નસીબ અજમાવી રહ્યા હતા, તેવામાં અચાનક પોલીસ ત્રાટકતાં ખેલીઓ નાસવા લાગ્યા હતા, તે પૈકી મેરા પાંચા ભરવાડ, રમેશ રણમલ પરમાર, છગન માંડણ ચાવડાને પોલીસે પકડી પાડયા હતા, જ્યારે દીપક રમેશ વાઘેલા નામનો શખ્સ નાસી જવામાં સફળ રહ્યો હતો. પકડાયેલા ખેલીઓ પાસેથી રોકડ રૂા. 12,000 જપ્ત કરવામાં આવ્યા હતા.

Panchang

dd