મિરજાપર, તા. 13 : શનિ
મીન રાશિમાં ગોચર કરી રહ્યો છે. ગત તા. 15/3થી
સૂર્યે મીન રાશિમાં પ્રવેશ કર્યો, 3 એપ્રિલથી
મંગળ પણ આ રાશિમાં પ્રવેશ્યો. આ ત્રણે ગ્રહોના જળ તત્ત્વનો મીન રાશિમાં સંગમ થયો છે.
દોઢ માસ સુધી શનિ મંગળની ટક્કર રહેશે. મંગળ અને સૂર્ય અગ્નિ તત્ત્વ, શનિ વાયુ તત્ત્વ આ વિરોધાભાસ છે. આ સંક્રાંતિ કાળ ચાલી રહ્યો છે. આ વિરુદ્ધ
પ્રકૃતિના ગ્રહો પોતાની શક્તિનો પરિચય કરાવશે. વર્તમાનમાં સ્થિતિ વિશ્વયુદ્ધ તરફ આગળ
વધી રહી છે. આ યુદ્ધ શાંત નહીં થાય, અટકશે નહીં. કારણ કે શનિ
અને મંગળની યુતિ વિસ્ફોટ ઉત્પન્ન કરશે. ઇરાન-અમેરિકાની મંત્રણા સમાધાનની આશા જાગ્યા
પછીએ નિષ્ફળ રહેવાનું કારણ ગ્રહોની આ યુતિ જ છે. ગ્રહોની આ યુતિ અને ગતિ નકારો સંકેત
આપી રહી છે. આ યુદ્ધ નુકસાનકારક છે, જેથી સતત સાવધાન રહેવું પડશે.
કારણ કે સંઘર્ષો અને કઠિનાઇઓમાં વૃદ્ધિ થશે. હજુ મોંઘવારી વધશે. મધ્ય-પૂર્વના યુદ્ધથી
સમગ્ર વિશ્વ ખળભળી ઊઠયું છે તેમજ અફવાઓ ફેલાઇ રહી છે. શનિ શાંત અને ધીમી ગતિનો ગ્રહ
છે, જ્યારે મંગળ પરાક્રમ અને આક્રમક ગ્રહ છે. જેથી આ પરિસ્થિતિ
હજુ વિકરાળ રૂપ ધારણ કરશે. શનિ સૂર્ય-મંગળને હવા નાખી રહ્યો છે. અર્થાત્ આગ ભભૂકતી
જ રહેશે. વૈશ્વિક મંદી આવશે એવું ડો. શશિકાંત આચાર્યની યાદીમાં જણવાયું છે.