ગાંધીધામ, તા. 13 : ઉનાળા
વેકેશન દરમ્યાન પ્રવાસીઓના ધસારાને પહોંચી વળવા માટે પશ્ચિમ રેલવે દ્વારા
ગાંધીધામથી પશ્ચિમ બંગાળને જોડતી વિશેષ ભાડાં સાથેની ટ્રેનની બે ટ્રીપ દોડાવવામાં
આવશે. જો સારો ટ્રાફિક મળ્યો તો સંભવત: જૂન મહિના સુધી પણ ટ્રેન લંબાવવામાં આવે
તેવી શક્યતા વ્યક્ત થઈ રહી છે. રેલવેનાં સત્તાવાર સાધનો પાસેથી મળતી વિગતો મુજબ
ગાંધીધામ માલદા ટાઉન 19 એપ્રિલના રવિવારે બપોરે 12.30 કલાકે
પ્રસ્થાન કરશે. અને ત્રીજા દિવસે મંગળવારે સવારે 9.10 કલાકે માલદા ટાઉન પહોંચશે. એ જ
રીતે માલદા ટાઉન ગાંધીધામ તા. 21 એપ્રિલના મંગળવારે સાંજે 5.30 કલાકે
ગાંધીધામ આવવા રવાના થશે અને ત્રીજા દિવસે ગુરુવારે બપોરે 3.30 વાગ્યે
ગાંધીધામ પહોંચશે. આ ટ્રેન બન્ને દિશાઓમાં સામાખિયાળી, રાધનપુર, ભીલડી, પાલનપુર, આબુરોડ,
અજમેર, જયપુર, બાંદીકુઇ,
ભરતપુર, ઇદગાહ આગ્રા, ટુંડલા,
ઇટાવા, ગાવિંદપુરી, પ્રયાગરાજ,
મિર્ઝાપુર, પંડિત દીનદયાલ ઉપાધ્યાય, બક્સર, આરા, પટના, કિઉલ, અભયપુર, જમાલપુર,
સુલ્તાનગંજ, ભાગલપુર, કહલગાંવ,
સાહિબગંજ, બડહરવા અને ન્યૂ ફરક્કા સ્ટેશનો પર
રોકાશે. ટ્રેનમાં એસી 2-ટિયર, એસી 3-ટિયર, સ્લીપર તેમજ સામાન્ય
શ્રેણીના કોચ રહેશે. બુકિંગ આવતીકાલે તા. 14 એપ્રિલથી શરૂ થશે.