ભુજ, તા. 6 : ગઇકાલે
પધ્ધર પોલીસે શંકાસ્પદ મુદ્માલ સાથે બે શખ્સને ઝડપી તેની યાદી જાહેર કરતા તે વોટસ ગ્રુપમાં
ફરતા આ ચોરી ચુંબડક સીમની વાડીમાંથી થયાની
ફરિયાદ નોંધાઇ છે. આ અંગે આજે પધ્ધર પોલીસ મથકે રતનાલના ત્રિકમભાઇ બીજલભાઇ વરચંદ (આહીર)એ
નોંધાવેલી ફરિયાદ મુજબ તેમની ચુંબડકની સીમમાં ખેતીવાડીની જમીન આવેલી છે. તેમાં આવેલા
બોરવેલમાં મોટર કઢાવી હતી. ગત તા. 2-4ના
રાતથી બીજા દિવસની સવાર સુધી આ મોટર કાઢવાની ચરખી (ઘોડી) મશીન પરથી લોખંડનું સ્ટાટર
કિ. રૂા. 35,000, બેટરી કિ.
10,000, પાણીની ત્રણ મોટર કિ. રૂા. 20,000 અને 40 મીટર
વાયર કિ. રૂા. 7,800 એમ કુલ્લે
રૂા. 72,800ના મુદ્માલની
ચોરી થઇ હતી. અમો તપાસ કરતા હતા ત્યાં તા. 5-4ના
પધ્ધર પોલીસે શંકાસ્પદ મુદ્માલ સાથે બે શખ્સને પકડયાની યાદી વોટસઅપ ગ્રુપમાં મારા દીકરા
મહાદેવ પાસે આવતા પોલીસ મથકે જઇ મુદ્માલ જોતા તે અમારી વાડી પરથી ચોરાયા હોવાની ખરાઇ
કરી છે. આ ચોરી મુદ્માલ સાથે આરોપી સદામ ઇસ્માઇલ પારા (ચુંબડક) અને હાજી સુલેમાન કક્લ
(નાની રેલડી)ને પોલીસે ઝડપી લીધા હતા. તેની વિરુદ્ધ ચોરીનો ગુનો દાખલ કરાવાયો છે.