ગાંધીધામ, તા. 6 : અંજારના
વરસામેડીમાં મંગલ વિહાર સોસાયટી પાછળ ખુલ્લા પ્લોટમાં પોલીસે કાર્યવાહી કરી હતી.
અહીંથી ચોરી કે છળકપટથી મેળવાયેલા હોવાનું જાણીને રૂા. 8,71,500ના
14,525 કિલો સળિયા સાથે સંજય કાના કેરાસિયાને ઝડપી લેવાયો હતો. આ
શખ્સે કયાંથી સળિયા મેળવ્યા ? કોણ આપી ગયું ? વગેરેની આગળની તપાસ પોલીસે હાથ ધરી છે.