ભુજ, તા. 6 : સ્થાનિક
સ્વરાજ્યની ચૂંટણીને લઈને કચ્છના તંત્ર દ્વારા વિવિધ આદેશ જારી કરવામાં આવ્યા છે. જિલ્લા
મેજિસ્ટ્રેટ આનંદ પટેલ દ્વારા નિયુક્ત કરાયેલા અધિકારીઓને ખાસ કાર્યપાલક મેજિસ્ટ્રેટ તરીકેના અધિકારો એનાયત
કરાયા છે. તો ઉમેદવારીપત્રક ભરતી વખતે કચેરીમાં મહત્તમ પાંચ વ્યક્તિઓ જ હાજર રહી શકશે.
ચૂંટણી સંદર્ભે ખાનગી અને જાહેર મિલકતના ઉપયોગ પર પ્રતિબંધ લાગુ કરવામાં આવ્યો છે.
રાજકીય પક્ષો મતદાન મથકોની 200 મીટરની
ત્રિજ્યાના વિસ્તારમાં બૂથ ઊભા કરી શકશે નહીં. ચૂંટણીમાં લાઉડસ્પીકરના ઉપયોગ પર નિયંત્રણો
લાદવામાં આવ્યા છે. મતગણતરી મથક અને તેની 100 મીટરની
ત્રિજ્યામાં ચારથી વધુ વ્યક્તિના એકઠા થવા પર પ્રતિબંધ મુકાયો છે.