• મંગળવાર, 07 એપ્રિલ, 2026

ભુજ આરટીઓને 178 કરોડની આવક

ભુજ, તા. 6 : વીતેલા 365 દિવસમાં પશ્ચિમ કચ્છમાં સરેરાશ દર મહિને 2400થી વધુ દ્વિચક્રી અને865થી વધુ કારની ખરીદી થઈ હતી અને આખા વર્ષ દરમ્યાન કુલ  46051 નવા વાહન માર્ગ પર દોડતાં થયાં હતા. ભુજ આરટીઓ ખાતેથી પ્રાપ્ત આંકડાકીય વિગતો અને વાર્ષિક આવકના આંક અનુસાર રાજ્યની `કમાઉ' કચેરીમાં સ્થાન પામતી અહીંની આરટીઓએ 178 કરોડ  ઉપરાંતની આવક મેળવી હતી.

વાર્ષિક આવકમાં વધારો

આરટીઓમાંથી પ્રાપ્ત વિગતો અનુસાર કચેરીએ વર્ષ 2025-26 દરમ્યાન કુલ 1,78,76,50,106ની આવક મેળવી હતી જે નાણાકીય વર્ષ 2024-25ની તુલનાએ 2,63,46,123 રૂા. વધુ છે. ગયા વર્ષના સમાનગાળામાં કચેરીએ 1,76,13,03,943 રૂા.ની આવક મેળવી હતી. ભુજ આરટીઓની કુલ આવકમાં ડ્રાઈવિંગ લાયસન્સને લગતી કામગીરીમાંથી રૂા. 4,15,00,000 અને વાહનને લગતી કામગીરીમાંથી રૂા. 1,74,61,106નો સમાવેશ થાય છે.

11 કરોડથી વધુ મેમાની વસૂલાત બાકી

એ જ રીતે વર્ષ દરમ્યાન માર્ગ વ્યવહારને લગતા નિયમોના ભંગ બદલ કુલ રૂા. 16,53,61,771ના ચલણ (મેમા) જારી કરવામાં આવ્યા હતા, જેમાંથી રૂા. 4,58,18,045ની રકમ કચેરીમાં ભરવામાં આવી હતી, જ્યારે હજુ પણ રૂા. 11,95,43,726ની રકમ પડતર છે.

13 હજારથી વધુ લાયસન્સ

આ ઉપરાંત નાણાકીય વર્ષના ગાળા દરમ્યાન 27,132 નવાં લર્નિંગ લાયસન્સ જારી કરવામાં આવ્યાં હતાં જયારે 13034 નવાં ડ્રાઈવિંગ લાયસન્સ ઈશ્યૂ થયાં હતાં.

46 હજારથી વધુ વાહનની નોંધણી

કચેરીમાં  કુલ 46051 નવાં વાહનોની નોંધણી થઈ હતી. જેમાં સૌથી વધુ 29982 જેટલાં દ્વિચક્રીની નોંધણી થઈ હતી. જે દર્શાવે છે કે લોકોની પરિવહન માટે આજે પણ દ્વિચક્રી સૌથી પહેલી પસંદગી રહી છે. આ પછીનો નંબર કારનો આવે છે. લાઈટ મોટર વ્હીકલની શ્રેણીમાં આવતાં આ વાહનની નાણાકીય વર્ષ દરમ્યાન નોંધાયેલી સંખ્યા 10388 રહી હતી.

ભુજ આરટીઓમાં કયાં વાહન

કેટલાં નોંધાયાં ?

ફોર વ્હીલર                         16

હેવી ગુડ્સ વ્હીકલ                             1156

હેવી પેસેન્જર વ્હીકલ       03

લાઈટ ગુડ્સ વ્હીકલ                         2104

લાઈટ મોટર વ્હીકલ                         10388

લાઈટ પેસેન્જર વ્હીકલ   715

મીડિયમ ગુડ્સ વ્હીકલ    24

મીડિયમ પેસેન્જર વ્હીકલ               53

અન્ય                                      716

થ્રી વ્હીલર (ટ્રાન્સપોર્ટ)    873

ટુ વ્હીલર                             29982

ટુ વ્હીલર (ટ્રાન્સપોર્ટ)      21

Panchang

dd