ગાંધીધામ, તા. 9 : આદિપુરમાં
રહેતા ભાજપના હોદ્દેદાર એવા યુવાનના આપઘાત પ્રકરણે પોલીસે લોન એજન્ટનું કામ કરતા શખ્સને
પકડી પાડયો હતો. હજુ આ બનાવમાં 17 આરોપી
પોલીસ પકડથી દૂર છે. આદિપુરમાં રહેતા દીપેશ ત્રિપાઠી આપઘાતનાં પ્રકરણમાં વિપુલ (એસ.આર.), કટારિયા એન્ટરપ્રાઇઝના રૂપેશ, કલ્પેશ, અંકિતાબેન તથા કરણ ડાયાલાલ આહીર, આનંદ, નટુભા સોઢા, કલ્પેશ મૂળજી ઠક્કર, દર્શન બળવંત ઠક્કર, ધર્મેન્દ્રસિંહ ભાટી ઉર્ફે ધમો,
ક્રિપાલસિંહ, ચંદ્રસિંહ બાપુ (ઝોનવાળો),
મુકેશ મિરાણી, હરેશ મિરાણી (ગણેશ એજન્સી),
હિતેષ રાજકોટિયા, ભીખુ, રોશની
આનંદ ભટ્ટ અને પ્રકાશ મોદી સામે ગુનો દર્જ થયો હતો. પ્રકાશ મોદી નામનો શખ્સ જે લોન
એજન્ટનું કામ કરે છે, તેણે આ યુવાનને લોન કરાવી આપી તેનું કમિશન
લેવાની જગ્યાએ લોન પેટેની અડધી રકમ પોતે રાખી લીધી હતી. જેના કારણે લોનની પૂરેપૂરી
રકમના હપ્તા આ હતભાગી યુવાનને ભરવાનો વારો આવ્યો હતો, જેના કારણે
પણ તેને આર્થિક સંકડામણ ઊભી થઇ હતી. પોલીસે ગુનો દર્જ કર્યા બાદ આ આરોપીને પકડી પાડી
તેને જેલહવાલે કર્યો હોવાનું તપાસકર્તા પી.આઇ. એમ.સી. વાડાએ જણાવ્યું હતું.