ગાંધીધામ, તા. 7 : ગાંધીધામ
નજીક રાષ્ટ્રીય ધોરીમાર્ગ ઉપર નિમાયા હોટલ પાસે અજાણ્યાં વાહનની હડફેટે 29 વર્ષીય મોનિકાબેન નારાયણભાઇ શર્મા (રહે. રાજનગર ગળપાદર)નું
મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ સાંજના સાત વાગ્યાના અરસામાં બન્યો હતો. ભોગ ભનનાર મોનિકાબેન
શર્મા પોતાના એક્ટિવાથી જઇ રહ્યા હતા, ત્યારે અજાણ્યાં વાહને હડફેટે લેતાં
ગંભીર ઇજાઓ પહોંચી હતી. 108 મારફત
સારવાર માટે હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના ડોક્ટરે તેણીને મૃત
જાહેર કર્યા હતા. ગાંધીધામ એ-ડિવિઝન પોલીસે જાણવાજોગ નોંધ કરીને તપાસ હાથ ધરી છે.