• મંગળવાર, 08 જુલાઈ, 2025

ગાંધીધામમાં 10, માનકૂવામાં ચાર અને માંડવીનાં નાગલપરથી ત્રણ જુગારી ઝડપાયા

ગાંધીધામ/ભુજ, તા. 7 : ગાંધીધામ, માનકૂવા અને માંડવીનાં નાગલપરના જુગારના જુદા-જુદા ત્રણ દરોડામાં પોલીસે 17 ખેલીને ઝડપી પાડયા હતા, જ્યારે ચાર જુગારી નાસી છૂટયા હતા. ગાંધીધામના મહેશ્વરીનગર નજીક ઝૂંપડપટ્ટી વિસ્તારમાં આજે ઢળતી બપોરે પોલીસે કાર્યવાહી કરી હતી. આ વિસ્તારમાં જાહેરમાં જુગાર રમાઇ રહ્યો હતો, તેવામાં પોલીસ ત્રાટકી હતી અને સત્યેન્દ્ર તેજરાજ સિંઘ, દિનેશ શિવનારાયણ રાજપૂત, જખીરસિંઘ જનવેરસિંઘ સખવાર, જયકિશન પ્રિતમસિંઘ જાટવ, ધર્મવીરસિંહ છીતલસિંહ સખવાર, અરવિંદ વિધારામ જાટવ, સોનુસિંઘ ગોરેલાલ કોલી, રાકેશ બાબુરામ જાટવ, સુનીલ રામઅવતાર  કુશ્વાહ અને કુલદીપ સરનામસિંઘ ડંડોલિયા નામના ખેલીઓની ધરપકડ કરી હતી. પકડાયેલા આ શખ્સો પાસેથી મોબાઇલ કે વાહનો મળ્યા નહોતા, પણ રોકડ રૂા. 16,460 જપ્ત કરવામાં આવ્યા હતા.

ભુજ તાલુકાના માનકૂવાના વથાણ ચોકમાં આજે બપોરે 12 વાગ્યે ગંજીપાના વડે તીનપત્તીનો હારજીતનો જુગાર રમતા રાજેશ બાબુ કોલી (માનકૂવા), અનવર જુસબ બાફણ (નાગિયારી), ગુલામહુશેન મુસા હજામ ખલીફા (કોડકી), આમદ નૂરમામદ બાફણ (નાગિયારી)ને પોલીસે ઝડપી લીધા હતા, જ્યારે પોલીસને જોઇ ઇકબાલ મુસા હજામ (કોડકી) નાસી છૂટયો હતો. આ દરોડામાં માનકૂવા પોલીસા રોકડા રૂા. 12,380, ત્રણ મોબાઇલ કિં.રૂા. 10,500 અને એક બાઇક કિં.રૂા. 25,000 એમ કુલ રૂા. 47,800નો મુદ્દામાલ કબજે કરી પાંચે વિરુદ્ધ જુગારધારા તળે ગુનો દાખલ કરી કાર્યવાહી કરી હતી.

બીજીતરફ માંડવી તાલુકાના નાગલપર ગામના વથાણ ચોકમાં ઝાડની નીચે ઓટલા ઉપર ગઇકાલે બપોરે ગંજીપાના વડે જુગાર રમતા લક્ષ્મણ બાલુભાઇ મહેશ્વરી, કપિલ કરશનભાઇ મહેશ્વરી (રહે. બંને નાગલપર) અને માલશી પબુભાઇ મહેશ્વરી (રહે. કાઠડા)ને પોલસે ઝડપી લીધા હતા, જ્યારે મનીષ હરજી મહેશ્વરી, પંકજ બારોટ અને વિનુ ભટ્ટ (રહે. તમામ નાગલપર) નાસી છૂટયા હતા. દરોડામાં કુલ રૂા. 11,340નો મુદ્દામાલ જપ્ત કરી માંડવી પોલીસે છ ખેલી વિરુદ્ધ જુગારધારા તળે ગુનો દાખલ કરી કાર્યવાહી કરી હતી.

Panchang

dd