• મંગળવાર, 08 જુલાઈ, 2025

ગાંધીધામમાં વીજતંત્રના 1.25 લાખના સામાનની તફડંચી

ગાંધીધામ, તા. 7 : શહેરના ગુજરાત હાઉસિંગ બોર્ડ વિસ્તારમાં આવેલા 66 કે.વી. સબ સ્ટેશનના વેરહાઉસ સ્ટોરમાંથી નિશાચરોએ એરબેગ મેલ-ફિમેલ કોન્ટેક્ટ ફોર એબી સ્વીચની છ બેગમાંથી રૂા. 1,25,760ના 192 સેટની ચોરી કરી હતી. શહેરમાં બનેલા ચોરીના આ બનાવ અંગે પીજીવીસીએલ વિભાગીય કચેરી ગાંધીધામ નાયબ ઇજનેર તરીકે કામ કરતા તૃણ્છિતબેન શિવલાલ પટેલે પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. તેમની કચેરી  દ્વારા ગુજરાત હાઉસિંગ બોર્ડ વિસ્તારમાં એફટીઝેડ સબ સ્ટેશનના વેર હાઉસમાં સામાન મૂકવામાં આવે છે, આ વેરહાઉસ-સ્ટોર રૂમમાં ચોકીદાર પણ મૂકવામાં આવ્યા છે. દરમ્યાન  ગત તા. 5-7ના મોડી રાત્રે 3-45થી 4-45ના અરસામાં નિશાચરોએ હાથ માર્યો હતો. અંદર ઘૂસેલા તત્ત્વોએ સ્ટોર રૂમની પાછળની કાચના વેન્ટિલેશનની બારીના કાચ કાઢી બનાવને અંજામ આપ્યો હતો. અહીં મેલ-ફિમેલ કોન્ટેક્ટ ફોર એરબેગ સ્વીચની છ બેગમાંથી રૂા. 1,25,760ના 192 નંગની તસ્કરોએ તફડંચી કરી હતી. ભારે ભરખમ જણાતાં આ ઇન્સ્યુલેટરની ચોરી કરવા વધુ લોકો અને મોટા વાહનની જરૂરિયાત ઊભી થઇ હોવાનું માનીને આગળની તપાસ પોલીસે હાથ ધરી છે. આ સંકુલમાં ગોદામો, કંપનીઓ કે આવી જગ્યાએથી થયેલી ચોરીનો સામાન અમુક ભંગારના વાડાઓમાં પધરાવાય છે, છતાં પોલીસ આવા તત્ત્વો વિરુદ્ધ  કોઇ જ કાર્યવાહી ન કરતી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

Panchang

dd