ભુજ, તા. 27 : ગત તા. 22/3ના એલસીબીની ટીમ નરા પોલીસ
વિસ્તારમાં વાહન તલાશીમાં હતી, ત્યારે
હાજીપીર રોડ તરફથી લુણા બસ સ્ટેશન પાસે એક ટ્રક નં. જી.જે. 12 એક્સ. 1780વાળીને ઊભી રખાવી, તેમાં ભરેલા આશરે સાત ટન સેન્ડ સ્ટોન (ટોડા)
અંગે વાહનચાલક પાસેથી રોયલ્ટી પાસ-પરમિટ માગતાં ન હતાં, આથી ભૂસ્તર
વિજ્ઞાન અને ખનિજ ખાતાંને રિપોર્ટ કરતા અધિકારી દ્વારા રૂા. 85,350નો દંડ વસૂલ કરવામાં આવ્યાનું
એલસીબીની યાદીમાં જણાવાયું છે.