ભુજ, તા. 15 : આજે બપોરે ખાવડા બાજુ લોરિયા
ચેકપોસ્ટ પાસે ઈકો કાર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતાં પરપ્રાંતીય પાંચ શખ્સ ઘાયલ
થયા હતા. આ બનાવ અંગે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલની પોલીસ ચોકીમાં નોંધાયેલી એમએલસીની
વિગતો મુજબ ખાવડામાં અદાણી લેબર કોલોનીમાં રહેતા શખ્સો ઈકો ગાડી લઈ ભુજ તરફ આવતા હતા, ત્યારે લોરિયા ચેકપોસ્ટ પાસે ટ્રક સાથે આ ઈકો
ગાડી અથડાતાં તેમાં સવાર ઈરફાન રહેફુલ, જમાલુદ્દીન હેશનતાજ શેખ,
ભોલા, રાજુ માજી અને બહેરામ તુરુ ઘાયલ થતાં તેઓને
ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા. માધાપર પોલીસને બનાવ અંગે
જાણ કરાઈ હતી.