ભુજ, તા. 17 : બે દિ' પૂર્વે અટલનગર (ચપરેડી)ની વાડીમાં થયેલી ચોરી
અંગે ફરિયાદ નોંધાવા પદ્ધર પોલીસ મથકે ફરિયાદી પહોંચતાં ત્યાં ઝીંકડીના બે ચોરને પોલીસે
ઝડપી લીધાનું જ સામે આવ્યું હતું. આ ચોરીમાં અન્ય એક પણ સામેલ હતો. દરમ્યાન આ ત્રિપુટીએ
અન્ય બે ચોરીને અંજામ આપ્યાનો ખુલાસો થતાં આ ત્રિપુટી વિરુદ્ધ બે જુદી-જુદી ચોરીની
ફરિયાદ નોંધાઇ છે. ફરિયાદી રતનાલ રહેતા વાલાભાઇ માતા (આહીર)ની માલિકીની તથા સાહેદની
વાડીઓમાંથી તા. 7/1ની રાતથી
બીજા દિવસની સવાર સુધીમાં પાણીના બોરના વાયર જેની કિં.રૂા. 12,600ની ચોરી અંગે અને ગંઢેરના જાકબ
ઇસ્માઇલ ડકલની તથા સાહેદની ખેતીની વાડીમાંથી તા. 12/1ના રાતથી બીજા દિવસની સવાર સુધી પાણીના બોરના જુદા-જુદા વાયર
જેની કુલ કિં.રૂા. 16,800ની ચોરી અંગે
ત્રણે આરોપી રજાક હાજીભાઇ હજામ, અબ્બાસ
ઇશા ત્રાયા અને ઇમ્તિયાઝ કરીમભાઇ ત્રાયા (રહે. ત્રણે ઝીંકડી, તા. ભુજ) સામે પદ્ધર પોલીસ મથકે ફરિયાદ નોંધાવાઇ છે.