ભુજ, તા. 19 : ભારતીય જૈન સંગઠન અને બીજેએસ
કચ્છ જિલ્લાના અધ્યક્ષ અને કચ્છ જિલ્લા ભાજપના મહામંત્રી હિતેશભાઈ ખંડોરના અધ્યક્ષસ્થાને
સમગ્ર જૈન સમાજ માટે ચિંતનશીલ કાર્યક્રમ `મંથન-સામાજિક સંવાદ'નું આયોજન કચ્છના વિવિધ શહેરો અને ગામોમાં કરવામાં આવ્યું હતું. આ સામાજિક
સંવાદમાં જૈન સમાજમાં સતત વધી રહેલી વૈવાહિક સમસ્યાઓ અને પડકારોને ઊંડાણપૂર્વક સમજીને
તેના વ્યવહારુ ઉકેલો શોધવા તથા સમાજના અસ્તિત્વને ટકાવી રાખવા માટે જાગૃતિ લાવવી,
સમાજમાં વધી રહેલા છૂટાછેડાના કિસ્સાઓ અટકાવવા તથા પરિવારોમાં પારિવારિક
સુમેળ જળવાઈ રહે તે અંગે માર્ગદર્શન પૂરું પાડવું, આજના યુવા
વર્ગમાં સંતાન ન કરવાની વધી રહેલી વૃત્તિ સામે સામાજિક અને પારિવારિક મૂલ્યોનું મહત્ત્વ
સમજાવવું તેવા અનેક મુદ્દા સમાવિષ્ટ હતા. માધાપર અને વર્ધમાન નગર ચેપ્ટરના સંયુક્ત
ઉપક્રમે યક્ષ મંદિર, માધાપર ખાતે મંથન સંવાદ યોજાયો હતો. જેમાં
અધ્યક્ષસ્થાને હિતેશભાઈ ખંડોર રહ્યા હતા. માધાપર ચેપ્ટરના પ્રમુખ પ્રકાશભાઇ શાહ,
વર્ધમાન નગર ચેપ્ટર પ્રમુખ હસમુખભાઇ વોરા, મંત્રી
જેયુરભાઈ શાહ, ભુજ તાલુકા પ્રમુખ કેતનભાઈ શાહ, જિલ્લા બીજેએસ- રાહુલભાઈ મહેતા વગેરેએ જહેમત ઉઠાવી હતી. સંચાલન વીનેશભાઈ શાહે
કર્યું હતું. અશ્વિનભાઈ લોદરિયા, વસંતભાઈ ભાભેરા, સંજય મહેતા, દિપેશભાઇ મહેતા, ભુપેન્દ્રભાઈ
શાહ, જગશીભાઇ મહેતા, કમલેશભાઈ કોરડિયા,
નીતિનભાઈ મહેતા, ભુજ ધીરેનભાઈ શાહ તેમજ સમસ્ત જૈન
સમાજના 300થી વધારે લોકો ઉપસ્થિત રહ્યા
હતા. માધાપરના વિવિધ યુવક મંડળો અને મહિલા મંડળો દ્વારા ડો. હર્ષિતા જૈનનું સન્માન
કરાયું હતું. અંજારમાં `મંથન - સામાજિક
સંવાદ' સફળતાપૂર્વક સંપન્ન ભારતીય જૈન સંઘટના (બીજેએસ)
અંજાર ચેપ્ટર દ્વારા આયોજિત `મંથન - સામાજિક સંવાદ' કાર્યક્રમ અત્યંત સફળ રહ્યો હતો. આજના સમયમાં સૌથી સંવેદનશીલ ગણાતા લગ્ન,
પરિવાર અને યુવા પેઢી જેવા વિષયો પર ચર્ચા કરી હતી. જગદીશભાઈ સંઘવી,
જયેશ શાહ, વિપુલભાઈ ભણશાલી, અતુલ વોરા, ધીરેન્દ્રભાઈ વોરા, કિરણ શાહ, મુકશેભાઈ શાહ, મહેન્દ્ર
સંઘવી, સારિસભાઈ હરિયા, વનેચંદ ગઢેચા,
ડો.વિરેન્દ્ર જોટા ઉપસ્થિત રહ્યા હતા. `ભારતીય જૈન સંગઠન બીજેએસ-મુંદરા' દ્વારા આયોજિત `મંથન-સામાજિક સંવાદ' કાર્યક્રમ યોજાયો હતો. સંઘના પ્રમુખ તેમજ જૈન
સંતોની સેવામાં હંમેશાં તત્પર રહેતા ડો. મૌલિક બેલાણી તેમજ ડો. હેમાંગ શાહનું વિશેષ
સન્માન કરવામાં આવ્યું હતુ. નખત્રાણા કાર્યક્રમમાં વૈવાહિક જીવન, પારિવારિક સંબંધો તથા વર્તમાન સામાજિક પડકારો અંગે માર્ગદર્શન અપાયું હતું.
કેતનભાઈ શાહ, પારસભાઈ મહેતા, જીતુભાઈ શાહ
અને ગિતેશભાઈ મહેતા ઉપસ્થિત રહ્યા હતા. સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.