• મંગળવાર, 20 ઑક્ટોબર, 2026

નખત્રાણા તા.માં ગાંડા બાવળની ઝાડી જોખમી

નખત્રાણા, તા. 19 : નખત્રાણા તાલુકા સંકલન ફરિયાદ સમિતિની બેઠક મામલતદાર આર. કે. પટેલના અધ્યક્ષસ્થાને તાલુકા પંચાયત પ્રમુખ ભારતીબેન ગોસ્વામી, મુખ્ય અધિકારી પાર્થ જોશી તથા તા. વિ. અધિકારી હાર્દિક ગઢવી સહિતના અધિકારી-પદાધિકારીઓની હાજરીમાં મળી હતી, જેમાં ગત સપ્ટેમ્બર માસમાં મળેલી સંકલનની મિટિંગમાં રજૂ થયેલ 11 પ્રશ્નોનો નિકાલ કરાયો હતો. તા. પં. પ્રમુખ ભારતીબેન ગોસ્વામી તથા સા. ન્યાય સમિતિ તા.પં. ચેરમેન જશોદાબેન બળિયા દ્વારા નખત્રાણા તાલુકાના પી. ડબલ્યુ. ડી. (પંચાયત) હસ્તકના રોડની સાઈડોમાં બાવળની વધી ગયેલી ઝાડીથી માર્ગમાં આવતા ઉગેડી, દેશલપર (ગું.), જતાવીરા, મોટી વિરાણી, નાની-મોટી અરલ ગામના રસ્તા પર જોખમ ઊભું થાય છે. મોટી વિરાણીથી જતાવીરા રસ્તાની સાઈડની સહિતની ઝાડી કટિંગનાં કામની એજન્સી -કયા કોન્ટ્રાકટરને અપાઈ છે તેના ખુલાસાની રજૂઆત કરાઈ હતી. અન્ય કોઈ રજૂઆતો ન થતાં બેઠક પૂર્ણ કરાઈ હતી. બેઠકમાં અધ્યક્ષસ્થાનેથી પદયાત્રી કેમ્પ રસ્તા માટે સફાઈ માટે બનાવાયેલી વ્યવસ્થાની સમીક્ષા કરાઈ હતી તથા કામગીરી માટે સ્થાનિક સરપંચ-તલાટીઓને સફાઈ માટે કાર્યવાહી કરવા સૂચના આપવા જણાવ્યું હતું. ડીવાય.એસ.પી., પી.આઈ., ટીપીઓ, આર.એમ.ડી. સિંચાઈ, શિક્ષણ અધિકારી, આરોગ્ય અધિકારી, આર. એફ. ઓ. સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. સ્વાગત પ્રવચન, આભારવિધિ શિવજીભાઈ પાયણે કર્યા હતા.

Ram Katha

Vyapar Utsav

Panchang

dd