• મંગળવાર, 20 ઑક્ટોબર, 2026

કચ્છમાં દિવસે તાપ, રાત્રે અનુભવાતી શીતળતા

ભુજ, તા. 19 : કચ્છના વાતાવરણમાં હાલ જબરી વિષમતા જોવા મળી રહી છે. દિવસે અકળાવી મૂકતા આકરા તાપ બાદ રાત ઢળતાં જ ઝાકળ સાથે ગુલાબી ઠંડીની ચમકનો અનુભવ હાલ કચ્છીમાડુઓ કરી રહ્યા છે. મિશ્ર હવામાનના કારણે વાયરલ બસમારીઓ પણ માથું ઊંચકી રહી છે. કચ્છના દરિયાકાંઠાના વિસ્તારમાં ગરમીની સાથે ઉકળાટની અનુભૂતિથી લોકો પરસેવે રેબઝેબ થઈ રહ્યા છે. કંડલા પોર્ટમાં મહત્તમ પારો ઊંચકાઈને 39.5 ડિગ્રી એટલે કે 40 ડિગ્રીની નજીક પહોંચતાં દરિયાકાંઠાનો વિસ્તાર તાપ, ઉકળાટથી તોબા પોકારી ઊઠયો હતો. રાજ્યમાં રાજકોટ પછી કંડલા પોર્ટ બીજા નંબરનું ગરમ મથક બન્યું હતું. જિલ્લા મથક ભુજમાં મહત્તમ પારો 39 ડિગ્રીના આંકે સ્થિર રહેતા રાજ્યમાં કચ્છનું મુખ્ય મથક ચોથા નંબરનું ગરમ કેન્દ્ર બન્યું હતું. નલિયામાં 38.5 અને કંડલા (એ.)માં 38.4 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું. નલિયા અને કંડલા (એ.)માં લઘુતમ પારો ગગડીને 20.8 અને 20.6 ડિગ્રીના આંકે પહોંચતાં સવારના ભાગે ઝાકળવર્ષા સાથે શીતળતાનો અનુભવ થયો હતો. હવામાન વિભાગે આગામી સપ્તાહ દરમિયાન વાતાવરણમાં કોઈ મોટો ફેરફાર થાય તેવી સંભાવવાને નકારી છે. શિયાળાનું સત્તાવાર આગમન ન થાય ત્યાં સુધી આ પ્રકારનું વિષમ વાતાવરણ જારી રહેશે. સંભવિત નવેમ્બરના બીજા પખવાડિયામાં પવનની દિશા બદલાય તે પછી ઠંડકનો અનુભવ શરૂ થશે તેવું હવામાન નિષ્ણાતો માની રહ્યા છે.

Ram Katha

Vyapar Utsav

Panchang

dd