• સોમવાર, 07 સપ્ટેમ્બર, 2026

અવસાન નોંધ

ભુજ : મૂળ માનકૂવાના નીલેશગિરિ કિશોરગિરિ ગોસ્વામી (ઉ.વ. 52) (શ્રી કોમ્પ્યુટર-નખત્રાણા) તે સ્વ. મણિબેન તથા કિશોરગિરિ દેવગિરિના પુત્ર, જ્યોતિબેનના પતિ, મીનાબેન ભરતગિરિ (માંડવી), હર્ષિદાબેન પરેશભારથી (મૂળ નેત્રા હાલે સૈલવાસ), ભરતગિરિ કિશોરગિરિ, જિગરગિરિ રમેશગિરિ, જાનવીબેન હિતેનગિરિ (મુંદરા)ના ભાઈ, તારાબેન રમેશગિરિ (માનકૂવા), નર્મદાબેન હિંમતગિરિ (માધાપર), સ્વ. ભારતીબેન (માધાપર)ના ભત્રીજા , ધાર્મિના પિતા, ભાવિકાબેન ભરતગિરિના જેઠ, નંદગિરિ, મીરાંના મોટાબાપા, ભવાનગિરિ દયાલગિરિ (ભુજ)ના ભાણેજ, ધનલક્ષ્મીબેન તથા જેન્તીગિરિ તુલસીગિરિ (મૂળ ગુંદિયાળી હાલે લાભેશ્વર મંદિર ભુજ પૂજારી)ના જમાઈ, કૃપાલીબેન જયગિરિ (ભુજ), વિશ્વા, જિયા, પ્રિયમના મામા તા. 6-9-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 8-9-2026ના મંગળવારે સાંજે 5થી 6 દશનામ ગોસ્વામી સમાજવાડી, ભુજ ખાતે. (ચક્ષુદાન કરેલ છે.)

ભુજ : લોહાર અબ્દુલમજીદ હાજી જુસબ (ઘુડીગઇધર) (ઉ.વ. 50) (ભોજાયવાળા) તે નવાઝ, ઉવેશના પિતા, અલીમામદ (ઉર્ફે બાબુ), ઇસ્માઇલ, મ. અબ્દુલગની, મ. રઝાક (ઉર્ફે રજુ)ના ભાઇ, જુસબ અબ્દુલ (ડુમરા હાલે ભુજ), અબ્દુલ સુલેમાન (મંજલ હાલે માંડવી)ના સાળા, ઇશાક, હુસૈન, રઝાક, રમજાન (માંડવી)ના બનેવી તા. 5-9-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 7-9-2026ના સોમવારે સવારે 10થી 11 લાઇનવાળી મસ્જિદના જમાતખાના, સરપટ નાકા અંદર, ભુજ ખાતે.

ભુજ : રાજગોર કાશીરામ (ઉ.વ. 75) તે સ્વ. મોંઘીબેન ગૌરીશંકર વેલજી નાકર (તેરા)ના પુત્ર, સ્વ. સવિતાબેનના પતિ, સ્વ. ભરત, મનોજ, રાજેશના પિતા, કૃપા ધવલભાઈ અબોટી (મુંબઈ), નામદેવના દાદા, સ્વ. કાંતિલાલ (ભુજ), સ્વ. રતિલાલ (ભુજ)ના ભાઈ, સ્વ. મોંઘીબાઇ, ગં.સ્વ. જયાબેનના દિયર, જિતેન્દ્ર, નીતિન (પોસ્ટ ઓફિસ), સ્વ. લાભશંકર, લતાબેન ભરતભાઈ જોશી (હારિજ), દક્ષાબેન કાંતિલાલ ગોર (બાગ), ભારતીબેન રોહિતભાઈ (કિડાણા)ના કાકા, સ્વ. ખીમજી, સ્વ. લક્ષ્મીશંકર, સ્વ. ભાઇલાલ, સ્વ. મીઠાબાઈના ભત્રીજા, સ્વ. ગંગાબાઈ નાનજી ઉગાણી (ભુજ)ના જમાઈ, સ્વ. વલ્લભરામ, કાંતિલાલ, સ્વ. કેશવલાલ, સ્વ. ચંપકલાલ, ગં.સ્વ. જયાબેન, જ્યોત્સનાબેન, સ્વ. રમીલાબેનના બનેવી, જગદીશ, કેતન, દુર્ગેશ, હર્ષદ, રમણીક, ભાવના, તેજલ, નંદીની, વીણા, રિંકુ, ડિમ્પલ, નિખિલના ફુવા તા. 6-9-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 8-9-2026ના મંગળવારે સાંજે 4.30થી 6 રાજગોર સમાજવાડી, ડાંડા બજાર, ભુજ ખાતે.

ભુજ : મૂળ વમોટી મોટીના સાવિત્રીબેન શિવજીભાઇ ચંદન (ઉ.વ. 93) તે સ્વ. શિવજી પ્રેમજી ચંદનના પત્ની, સ્વ. પ્રેમજી વેલજી ચંદનના પુત્રવધૂ, સ્વ. વલભજી લાલજી રૂખાણા (તેરા)ના પુત્રી, ગં.સ્વ. ભગવતીબેન, ગં.સ્વ. સરસ્વતીબેન, ભાવનાબેન, ગીતાબેન, જિતેન્દ્રભાઇ, પ્રકાશભાઇ, રાજેશભાઇ (રાજુમામા) (આશાપુરા ડિસ્ટ્રીબ્યુટર્સ)ના માતા, સ્વ. નરેન્દ્રભાઇ રૂપારેલ (બિટ્ટા), સ્વ. તુલસીદાસભાઇ અનમ (મથલ), જયેષ્ટાભાઇ દૈયા (મોથાળા), આનંદભાઇ પવાણી (કેરા), સ્વ. લક્ષ્મીબેન, સ્વ. કાશ્મીરાબેન, ડિમ્પલબેન, વર્ષાબેનના સાસુ, સ્વ. મણિબેન રામદાસ મોજાર, સ્વ. મોંઘાબેન ધરમશી પોપટ, સ્વ. માધવજી પ્રેમજી ચંદન, સ્વ. દામજી પ્રેમજી ચંદન, સ્વ. મધુબેન જેઠમલ તન્નાના ભાભી, વિધિબેન અજય ચંદનના દાદીસાસુ, તન્વી, ચાર્મી, અજય (લાલો), નિસર્ગ, રીયા, ધ્રુવીના દાદી તા. 6-9-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 8-9-2026ના મંગળવારે સાંજે 5થી 6 કચ્છ કડવા પાટીદાર લક્ષ્મીનારાયણ સનાતન સમાજવાડી, મિરજાપર રોડ ખાતે.

ગાંધીધામ : ગુર્જર મેઘવાળ ત્રિકમભાઇ (ઉર્ફે ટપુભાઇ) મીઠુરામ ચાવડા તે મીઠુરામ ભગુરામ ચાવડા અને સંતશ્રી કેશવ મૂળપ્રકાશના દોહિત્ર, કુંવરબેનના જયેષ્ઠ પુત્ર, જમનાબેનના પતિ, રમેશ, રાજેશ, સુરેશ, લક્ષ્મી, કવિતા, મંજુલાના ભાઇ, ઉષા, અનુ, બીના, સુમન, રાહુલના પિતા તા. 6-9-2026ના અવસાન પામ્યા છે. ભજન સત્સંગ તા. 8-9-2026ના મંગળવારે સવારે ઘર નંબર 12, ગણેશનગર, ગુર્જરવાસ, ગાંધીધામ ખાતે.

ગાંધીધામ : મૂળ તલવાણાના રાજાભાઈ આતુભાઈ ભાંભી (ઉ.વ. 68) (પૂર્વ ટેન્ડલ, કંડલા પોર્ટ) તે દેમાબાઈના  પતિ, ગાવિંદ ભાંભી, સ્વ. હેમરાજ ભાંભી, ભારતીબેન સોનબાઈના પિતા, સ્વ. દેવશી લધા ભાંભી, મંગલ ભાંભીના ભત્રીજા, બાબા આતુ, મીઠુંભાઈ, રામજી, જીવરાજ (પ્રમુખ કંડલા કોમ્પ્લેક્સ મહેશ્વરી સમાજ), ગોપાલ, મેઘરાજ, કમલેશ, વાલજી, કરશન, કાનબાઈ, ડાઈબાઈ, બાયાબાઈ, ડાઈબેનના ભાઈ, સ્વ. રાજેશ કન્નડ, અશોક દોરૂના સસરા, અપી, કિશોર, રમેશ, અજય, વિષ્ણુ, વિક્રમ, સંદીપ, નવીન, મેઘજી, કારો, મોહન, દેવલબાઈના કાકા, હિતેષ, ભાવિક, કોમલ, રિતિક, રજની, ગીતા, રમીલા, કિર્સના, મમતા, વનિતા, હેતલ, જ્યોતિ, ગોમતી, અર્જુનના દાદા, ધનજી ધુવા, પપ્પુ ધુવા, ચાગબાઈ, કારા ધુવાના મામા, ઉર્વશી રતડના નાના તા. 4-9-2026ના અવસાન પામ્યા  છે. અંતિમક્રિયા આગરી પંજમુખી જાગ તા. 7-9-2026ના સોમવારે, ગાયત્રી પાણી (ઘડાઢોળ) નિવાસસ્થાને ઘર નં. 93, લુણગનગર 9-બી, ભારતનગર, ગાંધીધામ ખાતે.

આદિપુર: સદીબેન બાજીગર (ઉ.વ. 77) તે સ્વ. જેસિંગભાઈ ભાગચંદ (નિવૃત્ત ડીપીટી)ના પત્ની, સ્વ. રમેશ (ડીપીટી), સ્વ. ચંદાબેન કનૈયાભાઈ (ક્રિષ્ના બેકરી), સ્વ. શકુંતલાબેન કાંતિભાઈ, મુનીબેન ઘનશ્યામભાઈના માતા, લક્ષ્મીબેન દલસિંગભાઈના પુત્રી, ચંદુભાઈ (જય ગોપાલ બેન્ડ)ના બહેન, શારદાબેન ભાગચંદભાઈ, હીરીબેન પ્રેમસિંગભાઈના પુત્રવધૂ, સ્વ. જેરામભાઈ (ડીપીટી), સ્વ. તેજાભાઈ (એસઆરસી), સ્વ. પહેલાજભાઈ (ડીપીટી), સ્વ. રમેશભાઈ (આઈઓસી), જીતુભાઈ, કિશોરભાઈ (આદર્શ મહાવિદ્યાલય), ઘનશ્યામભાઈ, કમલભાઈના ભાભી, દેશીબેન, હીરીબેન, હીરાબાઈ, સ્વ. સીતાબેન, સજનાબેન, રાજબાઈબેન, ધર્મીબેન, આશાબેનના જેઠાણી, રવિ, કનૈયા, ધર્મિષ્ઠા અજય, મીના સુનીલ, જયવીર, રમેશ, સોનીબેન દીપુ (અમદાવાદ)ના દાદી, ચંદુ, મોહન, લક્ષ્મણ, મેરુ, ગોપાલ, વિશાલ, નરેશ, મનીષ, યોગેશ, હિંમત, અશોક, જોન્ટી, મુકેશ, અજય, હરેશના કાકી, મંજુલાબેન ચંદુભાઈ, સ્વ. ગીતા, સુરેખા, જિજ્ઞા, રમીલા, ચંદ્રિકા, આરતી, અંજલિ, ઉષા, પાયલ, ખુશ્બૂ, પૂનમ, મંજુલા રમેશભાઈના સાસુ તા. 6-9-2026ના અવસાન પામ્યા છે. પઘડી/પ્રાર્થનાસા તા. 8-9-2026ના મંગળવાર સાંજે 6 કલાકે બાજીગર સમાજવાડીજોગણી માતાના મંદિર પાસે, વિદ્યુત ટ્રાન્સફોર્મરની બાજુમાં, વોર્ડ 1/, આદિપુર ખાતે.

માંડવી : સચિન (પપ્પુ) કમલેશ ચુડાસમા (ઉ.વ. 34) તે દિપાબેનના પુત્ર, ગં.સ્વ. પુષ્પાબેન પોપટલાલ ચુડાસમા, સ્વ. વિશ્રામભાઇ, સ્વ. મોહનભાઇના પૌત્ર, સ્વ. રત્નાબેન ભવાન ખારવાના દોહિત્ર, ઝીલ ધીરેન ઝાલા અને ઉન્નતિના ભાઇ, જ્યોતિબેન, શીલાબેન, રશ્મિબેન નયન ઝાલાના ભત્રીજા, વિનેશ, મનોજ ખારવા, રસીલાબેન મહેન્દ્રભાઇ ફોફીન્ડીના ભાણેજ, જેનિલ, ધીમહિના મામા તા. 5-9-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા (ભાઇઓ-બહેનોની) તા. 7-9-2026ના સોમવારે સાંજે 5થી 6 રામેશ્વર ખારવા સમાજવાડી, માંડવી ખાતે.

નખત્રાણા : મૂળ મંજલ (તરા)ના જોરૂભા હાલુભા જાડેજા (ઉ.વ. 74) તે સ્વ. જીકુંવરબા હાલુભા જાડેજાના પુત્ર, ધર્મેન્દ્રાસિંહ, મહેન્દ્રાસિંહ, ગીતાબા, દેવેન્દ્રાસિંહના પિતા, યુવરાજાસિંહ, યશપાલાસિંહહેતરાજાસિંહ, દિવ્યરાજાસિંહના દાદા, ભીખુભા ભગવાનજી જાડેજા, કિરીટાસિંહ મમુભા, પ્રફુલ્લાસિંહ મમુભા, બહાદુરાસિંહ મમુભા જાડેજાના કાકાઇ ભાઇ, નટુભા ઝાલમાસિંહ જાડેજાના ભત્રીજા, દેવેન્દ્રાસિંહ ભીખુભાના કાકા તા. 6-9-2026ના અવસાન પામ્યા છે. બેસણુ નિવાસસ્થાને. ધાર્મિકક્રિયા તા. 12-9-2026ના શનિવારે નિવાસસ્થાન મણિનગર, નખત્રાણા ખાતે.

નખત્રાણા : હાલે બેંગ્લોર જગદીશભાઈ જીવરાજભાઈ પાંચાણી (ઉ.વ. 52) તે સ્વ. જીવરાજભાઈ અને સ્વ. લીલાબેન જીવરાજભાઈના પુત્ર, મનીષાબેનના પતિ, આનંદ અને માનસીના પિતા, હંસાબેન, રેખાબેન, તુલસીભાઈના ભાઈ, પ્રેરણા, હેત્વી, વિષ્ણુના મોટાબાપા અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 7-9-2026ના સોમવારે સવારે 8.30થી 10.30, બપોરે 3.30થી 5.30 સત્યનારાયણ પાટીદાર સમાજ, નખત્રાણા ખાતે.

લોડાઇ (તા. ભુજ) : સોનીબેન (ઉ.વ. 63) તે ભીમજી કરશન ડાંગરના પત્ની, સેજલ અને અજયના માતા, સ્વ. કાનજી, રાજેશ, સ્વ. હરિના ભાભી, રમેશ ધનજી ચાડ (ડી. કે. માધાપર)ના સાસુ, સ્વ. હીરાભાઈ, કાનજીભાઈ, પ્રવીણભાઇ (માધાપર)ના બહેન તા. 6-9-2026ના અવસાન પામ્યા છે. લૌકિક વ્યવહાર (બેસણું) નિવાસસ્થાન લોડાઇ ખાતે.

ભારાપર (તા. ભુજ) : સંગાર આમદ મીઠુ (ઉ.વ. 79) તે મ. ઇબ્રાહિમ મીઠુ, મ. મામદ મીઠુ, મ. ઓસમાણ મીઠુ, મ. અલીમામદ મીઠુના ભાઇ, કાસમ તથા રફીકના પિતા, હારુન ઓસમાણ તથા અભાસ ઓસમાણ (ભુજ)ના સસરા તા. 5-9-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 8-9-2026ના મંગળવારે સવારે 10 વાગ્યે કુંભાર જમાતખાના, ભારાપર ખાતે.

નાના ભાડિયા (તા. માંડવી) : હાલે નાગલપુર/મુંબઈ ગોરેગામના ભાનુબેન પોપટલાલ ગાલા (ઉ.વ. 80) તે ગીતાબેનના માતા, મમીબેન વીરજી મોતાના પુત્રવધૂ, નાનજી, ખીમજી, નાગજી, કાંતિલાલના ભાઈના પત્ની, મણિબેન, પ્રભાબેન, દિવાળીબેનના ભાભી, કસ્તૂરબેનના જેઠાણી. સાકરબેન, જવેરબેનના દેરાણી, નેણબાઈ પુનશી ખીયશી સાવલા (નાગલપુર)ના પુત્રી, પ્રેમજી, જગશી, લક્ષ્મીચંદ, નાનાલાલના બહેન, પ્રભાબેન, વિમળાબેનના નણંદ, રતનબેન લાલજી (નાગલપુર)ના દોહિત્રી, હાંસબાઈ રામજી લાલજીના ભાણેજી, અનિલ, મંજુલા, ભારતી, પ્રદીપ, પારસ, ડિમ્પલના ફઈ તા. 3-9-2026ના નાગલપુર ખાતે અવસાન પામેલ છે. પ્રાર્થનાસભા રાખી નથી.

પાંચોટિયા (તા. માંડવી) : દેવાંધ મોહન ભુવા (ઉ.વ. 62) તે માકબાઈના પતિ, બુદ્ધિયાના ભાઈ, ડાયા, ગોપાલના કાકા, ભીમશી, લખમણ, દેવરાજ, અરજણ, માણેક, પાલુ, નારાણ (બાડા)ના બનેવી તા. 6-9-2026ના અવસાન પામ્યા છે. સાદડી સોમ, મંગળ, બુધ (ત્રણ દિવસ) તેમજ ધાર્મિકક્રિયા તા. 17-9-2026ના (માત્ર ગોત્ર પૂરતું) નિવાસસ્થાને પાંચોટિયા ખાતે.

ફરાદી (તા. માંડવી) : જાડેજા નયનાબા અમરસંગજી (ઉ.વ. 64) તે સ્વ. જાડેજા અમરસંગજી ભીખુભાના પત્ની, સ્વ. પ્રભાતાસિંહના નાના ભાઈના પત્ની, સ્વ. સજુભાના ભાભી, સુરપાલાસિંહ, ભગીરથાસિંહ, ભરતાસિંહના માતા, ધર્મેન્દ્રાસિંહ, ચેતનાસિંહના કાકી, પ્રદીપાસિંહ, રવિરાજાસિંહના ભાભુ, અર્જુનાસિંહ, બ્રિજરાજાસિંહ, હર્ષરાજાસિંહ, શૌર્યદીપાસિંહના દાદી  તા. 6-9-2026ના અવસાન પામે છે. બેસણું તા. 7-9થી 12-9-2026 સુધી જાડેજા ભાયાત સમાજવાડી, ફરાદી ખાતે. ધાર્મિકક્રિયા તા. 17-9-2026ના ગુરુવારે નિવાસસ્થાને ફરાદી ખાતે.

છસરા (તા. મુંદરા) : મૂળ વવારના જશરાજ કલ્યાણ ભલા (ઉ.વ. 34) તે રાજબાઇ કલ્યાણભાઇ ભલાના પુત્ર, ગંગાબેન, સ્વ. માલઇબેન, દેવલબેન, સ્વ. કાનાભાઇ, સોનબાઇબેન, લક્ષ્મીબેનના ભાઇ, વિરલ, જાનવી, દિશા, યશરાજના કાકા તા. 6-9-2026ના અવસાન પામ્યા છે. પાણીવાર તા. 16-9-2026ના બુધવારે નિવાસસ્થાન છસરા ખાતે.

વાંકી (તા. મુંદરા) : આશાભાઇ રબારી (ઉ.વ. 79) તે સ્વ. તેજુબાઇ ભૂરાભાઇ રબારીના પુત્ર, હેમાબેનના પતિ, જીણીબેન, લાછુબેન સાકરાભાઇ (મીંદિયાણા), સોનીબેન પરબત (ભારાસર), નારાણ, સવાભાઇ, સ્વ. રાજીબેનના પિતા, અંજલિ, આદિત્ય, ક્રિષ્ના, ધ્રુવી, દિવ્યમના દાદા, સ્વ. રાણાભાઇ, સ્વ. બેચરાભાઇ, કવિબેન, કંકુબેનના ભાઇ, રત્નાભાઇ, રામકૃષ્ણ (માસ્તર), વિંજુબેન, નામાબેન, હંસાબેન, દમયંતીબેન, લાછુબેન, જલુબેન, શીતલબેનના કાકા, સ્વ. વેરશીભાઇ શકુભાઇ રબારી (રામપર-તુણા)ના જમાઇ, શિવાની, કૌશિકના નાના તા. 4-9-2026ના અવસાન પામ્યા છે. બેસણું નિવાસસ્થાન રબારીવાસ, વાંકી ખાતે.

વાગોઠ (તા. અબડાસા) : અબડા ઓસમાણ ભોજા (ઉર્ફે મામા) (ઉ.વ. 70) તે હસણ ઓસમાણના પિતા, ઉમર જુમા, નાથા મામદઆદમ મામદના કાકાઈ ભાઈ તા. 06-09-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 08-09-2026 મંગળવારના સવારે 11 કલાકે વાગોઠ મસ્જિદના કમ્પાઉન્ડ ખાતે.

ઓખા : સરલાબેન પ્રતાપભાઇ ભટ્ટી (ઉ.વ. 58) તે સ્વ. કસ્તૂરબેન દેવજીભાઈ ભટ્ટીના પુત્રવધૂ, સ્વ. રાધાબેન લાખાભાઇ સિસોદિયાના પુત્રી, જયશ્રીબેન બાલવીરભાઈ (રમેશભાઈ રસોઈયા) ભટ્ટી, ગં.સ્વ. પ્રજ્ઞાબેન રણજિતભાઇ ભટ્ટી, ગં.સ્વ. ઇન્દિરિબા ગોપાલજી ભટ્ટી, નિમુબેન રમેશભાઈ ચૌહાણ, નયનાબેન મહેશભાઈ ડુડિયાના ભાભી, મીનાક્ષીબેન, નીતાબેન (મૂકી)ના બહેન, રાજેન્દ્ર, રવિના માતા, દક્ષા, એકતા, નેહા, નિશા, ખુશ્બૂ, મનાલી, અક્ષય, વૃશાંગના મોટીમા તા. 6-9-2026ના અવસાન પામ્યા છે. બેસણું તા. 8-9-2026ના 5થી 6 રાજપૂત સમાજવાડી, રઘુવંશી રિલોકેશન, ભુજ ખાતે.

ઘાટકોપર (મુંબઇ) : મૂળ માનકૂવાના જાગૃતિ લિંબાણી (ઉ.વ.  43) તે સ્વ. રમીલાબેન અને ધનસુખભાઈ હરજી લિંબાણી (મસ્કત)ના પુત્રી, સ્વ. કલ્પનાબેન, કુંતલબેન અને નેહાબેનના બહેન તા. 5-9-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 7-9-2026ના સોમવારે સાંજે 4થી 5 લક્ષ્મીનારાયણ સનાતન સમાજવાડી, માનકૂવા ખાતે. સંપર્ક : ભોગીભાઈ-97122 77377, વસંતભાઈ-99093 39977.

ડોમ્બીવલી (મુંબઇ) : દયારામ ઠક્કર (ઉ.વ. 84) તે સ્વ. લાડકભાઇ અને મમ્મીબેનના પુત્ર, સ્વ. વાસંતીબેનના પતિ, પુરુષોત્તમભાઇ (ચંદુભાઇ), ગોવિંદભાઇ, હરેશભાઇ, વસુબેનના ભાઇ, જિતેન, દક્ષા, જિજ્ઞાના પિતા, વર્ષા, રઘુ, અરૂણના સસરા, કરણ, રિદ્ધિના દાદા, સાક્ષી, આરુષના નાના તા. 5-9-2026ના અવસાન પામ્યા છે. સ્મશાનયાત્રા તા. 7-9-2026ના સોમવારે સવારે 9 વાગ્યે 704-ભગવતી વિલા, એ-વિંગ, 704 પાંડુરંગ વાડી, જૈન મંદિર સામે, ડોમ્બીવલી (ઇ.)થી નીકળશે. (લૌકિક વ્યવહાર બંધ છે.)

મુલુંડ (મુંબઇ) : મૂળ સાંધાણના કચ્છી લોહાણા અ.સૌ. પ્રીતિબેન (ઉ.વ. 64) તે ગં.સ્વ. કસ્તૂરબેન તથા સ્વ. લક્ષ્મીદાસ કાનજી કોટકના પુત્રવધૂ, વિરેનભાઇના પત્ની, ભરતભાઇ, હ્યુતોક્ષીબેન શૈલેશભાઇ, સ્વ. ચારૂલતાબેનના ભાઇના પત્ની, આયશા, નીકિતાના કાકી, દિપાબેન તુષારભાઇ જોબનપુત્રાના મામીસાસુ, સ્વ. રવજીભાઇ રતનશી ઠક્કર (લખપત)ના પુત્રી, સ્વ. રામજી મેઘજી, મોતીરામ મેઘજી (પૂના)ના ભાણેજી, વર્ષાબેન વસંતભાઇ, રસીલાબેન લલિતભાઇ, વિજયાબેન અશોકભાઇ, હિનાબેન જયદીપભાઇના નણંદ, સ્વ. કલ્પનાબેન, પુષ્પાબેન, રમાબેન, સંધ્યાબેનના બહેન તા. 4-9-2026ના ઐરોલી ખાતે અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 7-9-2026ના સોમવારે સાંજે 5.30થી 7 મહાજનવાડી, ગ્રાઉન્ડ ફલોર, રામરતન ત્રિવેદી રોડ, મુલુંડ (વે.) મુંબઇ -400080ખાતે. 

Panchang

dd