• શુક્રવાર, 11 સપ્ટેમ્બર, 2026

જૂના કટારિયા : દોઢ મહિના પહેલાંની ચોરી હવે ચોપડે ચડી

ગાંધીધામ, તા. 10 : ભચાઉ તાલુકાના જૂના કટારિયા ગામના સાત ખેતરમાંથી તસ્કરોએ રૂા. 16,000ના વાયરની તફડંચી કરી હતી. દોઢ મહિના પહેલાંનો બનાવ હવે પોલીસ ચોપડે ચડતાં આશ્ચર્ય સાથે અનેક તકવિતર્ક વહેતા થયા હતા.આ બનાવના ફરિયાદી ખેડૂત અખઇ ભીમા ગામી ગત તા. 24/8ના પોતાની વાડીએ આંટો મારવા જતાં મોટર પટ્ટી (વાયર) 60 ફૂટની ચોરી થઇ હોવાનું બહાર આવ્યું હતું. ગેલા મૂળજી રાવરિયાની વાડીમાંથી 70 ફૂટ, વાલા મનજી રાવરિયાના ખેતરમાંથી 30 ફૂટ, રાજા દેવશી ભરવાડની વાડીમાંથી 40 ફૂટ, મહેશ વેરશી કોળીના ખેતરમાંથી 50 ફૂટ, વેરજી પોપટ કોળીની વાડીમાંથી 40 ફૂટ, અનવર રમજુ ગગડાની વાડીમાંથી 30 ફૂટ એમ કુલ રૂા. 16,000ના વાયરની ચોરી થઇ હતી. દોઢ મહિના પહેલાંના આ બનાવમાં લાકડિયા પોલીસે ગઇકાલે ગુનો નોંધી હવે તપાસ હાથ ધરી છે. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd