મુંબઇ તા.10 : એશિયન ગેમ્સમાં
ભાગ લેનાર ભારતની મહિલા ક્રિકેટ ટીમમાં ફેરફાર થયો છે. ઇજાગ્રસ્ત જેમિમા રોડ્રિગ્સના
સ્થાને પ્રતિકા રાવલનો સમાવેશ થયો છે. પ્રતિકા હાલ એશિયા કપ ટી-20 ટૂર્નામેન્ટમાં ભારતીય ટીમનો
હિસ્સો છે. જેમિમાને ઈંગ્લેન્ડમાં ધ હંડ્રેડ લીગ દરમિયાન 3 ઓગસ્ટે સ્નાયૂ ખેંચાઇ જવાની ઇજા થઇ હતી.
આ પછીથી તે મેદાન બહાર છે. પ્રતિકા રાવલ ભારત તરફથી 1 ટેસ્ટ મેચ અને 27 વન ડે મેચ રમી ચૂકી છે. વન
ડે ફોર્મેટમાં તેના ખાતામાં 1189 રન છે. એશિયા
કપમાં તેણીએ ટી-20 ફોર્મેટમાં
પણ પદાર્પણ કર્યું છે.