• શુક્રવાર, 11 સપ્ટેમ્બર, 2026

બ્રિક્સ શિખર સંમેલન માટે દિલ્હી દિલથી સજ્જ

નવી દિલ્હી, તા. 10 : રશિયા-યુક્રેન યુદ્ધ અને અમેરિકા-ઈરાન વચ્ચે ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે સમગ્ર દુનિયાની નજર આગામી બે દિવસ ચાલનારી બ્રિક્સ બેઠક ઉપર રહેશે. 12-13 સપ્ટેમ્બરના શરૂ થનારા બ્રિક્સ શિખર સંમેલનમાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન, ચીનના રાષ્ટ્રણપતિ શી જિનપિંગ, ઈરાની રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાન, મલેશિયાના વડાપ્રધાન અનવર ઈબ્રાહીમ, ઈન્ડોનેશિયાના પ્રમુખ પ્રબોવ સુબિયાન્તો, દક્ષિણ આફ્રિકી રાષ્ટ્રપતિ સિરિલ રામફોસા સહિત ઘણા દેશોના રાષ્ટ્રાધ્યક્ષ સામેલ થવાના છે. ઊર્જા ક્ષેત્ર, ગ્લોબલ સાઉથના વિકાસ સહિતના મુદ્દે આ સમિટ મહત્ત્વપૂર્ણ થવાની છે અને યજમાન રાષ્ટ્ર તરીકે ભારત પોતાનું સ્થાન વધુ મજબૂત બનાવશે.  પુતિનના પ્રવાસ પહેલાં રશિયાન ટ્રાન્સપોર્ટ વિમાનો પહોંચી ચૂક્યાં હતાં. ચીનના રાષ્ટ્રપતિ જિનપિંગ પણ કાર્યક્રમમાં સામેલ થવાના છે. બ્રિક્સ શિખર સંમેલનમાં 11 સભ્યો દેશના ઉચ્ચસ્તરના પ્રતિનિધિ સામેલ થવાના છે. પુતિન આવતીકાલે વહેલી સવારે ભારત આવી પહોંચશે, શુક્રવારે તેઓ બ્રિક્સ બિઝનેસ ફોરમના પૂર્ણ સત્રને સંબોધશે. કાલે જ પુતિન અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચેની દ્વિપક્ષીય બેઠક પર સૌની નજર રહેશે. એસયુ-57 યુદ્ધવિમાન, રશિયન તેલ, અણુ ઊર્જા સહિતના મુદ્દે વાતચીત થશે. વર્તમાન સમયે બ્રિક્સમાં 11 પૂર્ણ સભ્ય દેશ સામેલ છે. પાંચ મૂળ દેશ ઉપરાંત નવા દેશોને પણ સામેલ કરવામાં આવ્યા છે. પાંચ મૂળ સભ્ય દેશ ઉપરાંત બ્રિક્સમાં ઈજીપ્ત, ઈથિયોપિયા, સાઉદી અરબ, સંયુક્ત અરબ અમિરાત અને ઈન્ડોનેશિયા પણ સભ્ય દેશ છે. બ્રિક્સ સંમેલનમાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન આવી રહ્યા હોવાને સમર્થન મળી રહ્યું છે. રશિયાથી ત્રણ ટ્રાન્સપોર્ટ વિમાન એરક્રાફ્ટ નોઈડાના જેવર એરપોર્ટે પહોંચી ચૂક્યાં હતાં. માનવામાં આવે છે કે પુતિન અને મોદી વચ્ચે દ્વિપક્ષીય વાતચીત પણ થવાની છે. બીજી તરફ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગની ભારતયાત્રાને સમર્થન મળી ચૂક્યું છે. જિનપિંગ 7 વર્ષ બાદ ભારત આવી રહ્યા છે. સંમેલન પહેલાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને પીએમ મોદી વચ્ચે શુક્રવારે એક દ્વિપક્ષીય વાતચીત થવાની સંભાવના છે, જેમાં યુક્રેન અને ઈરાન યુદ્ધ ઉપર ચર્ચાની સાથે દ્વિપક્ષીય આર્થિક અને રક્ષા સંબંધોને મજબૂત કરવા વિચાર કરવામાં આવશે. કહેવાય છે કે બ્રિક્સ સમિટ પહેલાં 105 રિજનલ પેસેન્જર વિમાન ખરીદીની ડીલ રશિયન કંપની સાથે થઈ શકે છે.  

Ram Katha

Vyapar Utsav

Panchang

dd