મોટી વિરાણી, (તા નખત્રાણા), તા. 10 : નવલા નોરતાની ધડીઓ ધણાઈ રહી
છે. માતાના મઢ ખાતે આશાપુરા માતાજીના નવરાત્રીના
દિવસોમા પગપાળા તેમજ વાહનોથી મોટા પ્રમાણમાં કચ્છ તેમજ કચ્છ બહારના લાખોની સંખ્યામાં
શ્રદ્ધાળુઓ માથુ ટેકવા આવે છે. ત્યારે પદયાત્રી માઇ ભક્તોની સુગમતા હેતુ નખત્રાણાથી
માતાના મઢ રસ્તા પર ઉગી નીકળેલી આ ઝાડી અને ગાંડા બાવળને કટિંગ અને માટી પુરાણ કરવાની
કામગીરી આરંભી દેવાઈ છે. હાઈવેની બન્ને બાજુ મોટાં પ્રમાણમાં ગાંડો બાવળ ફૂલ્યો ફાલ્યો
છે. નવરાત્રી દરમિયાન મોટાં પ્રમાણમાં પદયાત્રીઓના ધસારા અને વાહનોની મોટા પ્રમાણમાં
અવર જવરથી કોઈ આ ગીચ ઝાડી અવરોધિત ન બને તે માટે અત્યારથી જ ઝાડી કટિંગ તેમજ માટી પુરાણનું
કાર્ય આરંભવામા આવ્યું છે એવું અધિકારી ચેતનભાઈ બોરાડ એ જણાવ્યું હતું.