સ્વિત્ઝરલેન્ડના મહાન ટેનિસ ખેલાડી રોઝર ફેડરર ઇન્ટરનેશનલ ટેનિસ
હોલ ઓફ ફેમમાં સામેલ થયો છે. 20 વખતનો ગ્રાંડસ્લેમ
ચેમ્પિયન રોઝર ફેડરર સતત 237 સપ્તાહ સુધી
એટીપી ક્રમાંકમાં ટોચ પર રહ્યો હતો. તે કેરિયર ગ્રાંડસ્લેમની ઉપલબ્ધિ હાંસલ કરનારો
વિશ્વનો ફક્ત આઠમો પુરુષ ખેલાડી છે. ફેડરર હોલ ઓફ ફેમ એવોર્ડ હાંસલ કર્યા બાદ ફેડરરે
30 મિનિટ સુધી સંબોધન કર્યું હતું
અને આ દરમિયાન ઘણા મોકા પર ભાવુક થઇ ગયો હતો. ફેડરરના નામે 20 ગ્રાંડસ્લેમ ખિતાબમાં 8 વિમ્બલ્ડન, 6 ઓસ્ટ્રેલિયન
ઓપન, 1 ફ્રેંચ ઓપન
અને પ યુએસ ઓપન ટાઇટલ છે.