મુંબઇ, તા. 30 : શ્રીલંકા વિરૂધ્ધની ટેસ્ટ શ્રેણીની
સમાપ્તિ બાદ ટીમ ઇન્ડિયા હવે અફઘાનિસ્તાન વિરૂધ્ધની ટી-20 શ્રેણીમાં નજરે પડશે. અફઘાનિસ્તાન
અને ભારત વચ્ચે સપ્ટેમ્બર મધ્યમાં ત્રણ મેચની ટી-20 શ્રેણી રમાશે અને ત્રણેય મેચ નવી દિલ્હી ખાતે આયોજિત થયા છે.
આ શ્રેણીની ભારતીય ટીમ 3 સપ્ટેમ્બરે
જાહેર થશે. આ દિવસે મુંબઇમાં અજીત અગરકરની અધ્યક્ષતામાં પસંદગી સમિતિની બેઠક મળશે તેવા
રિપોર્ટ સામે આવ્યા છે. જેમાં કોચ ગૌતમ ગંભીર પર ઉપસ્થિત રહેશે. પસંદગી સમિતિ એશિયન
ગેમ્સમાં મોકલનાર ટીમમાં સામેલ મોટાભાગના ખેલાડીઓને લગભગ પસંદ કરશે. આથી કપ્તાન શ્રેયસ
અય્યર, વૈભવ સૂર્યવંશી, તિલક
વર્મા, અભિષેક શર્મા, ઇશાન કિશન જેવા ખેલાડી
ફરી ટી-20 ટીમમાં જોવા મળશે. ભારત-અફઘાનિસ્તાન
વચ્ચેની ટી-20 શ્રેણીનો પહેલો મેચ 13 સપ્ટેમ્બરે રમાશે. આ ઉપરાંત
મિસ્ટ્રી સ્પિનર વરૂણ ચક્રવર્તી હવે ફિટ થઇ ગયો છે. આથી તેની પસંદગી થઇ શકે છે. અફઘાનિસ્તાન
વિરૂધ્ધની ટી-20 શ્રેણી દરમિયાન બીસીસીઆઇ જસપ્રિત
બુમરાહ, હાર્દિક પંડયા, હર્ષિત
રાણા, નીતિશકુમાર રેડ્ડી અને રવિ બિશ્નોઇની ફિટનેસ પણ ચકાસશે.
આ તમામ હાલ બેંગ્લુરુ ખાતે સ્પોર્ટસ સેન્ટરમાં રિહેબ કરી રહ્યા છે. જેઓ આ ખેલાડીઓને
ફિટનેસ પ્રમાણપત્ર મળી જશે તો તેઓ અફઘાનિસ્તાન સામેની ટીમમાં પસંદ થઇ શકે છે.