નવી દિલ્હી, તા.30 : જમ્મુ-કાશ્મીરનો
ઝડપી બોલર આકિબ નબી ઇંગ્લેન્ડમાં સરે ટીમ તરફથી કાઉન્ટિ ક્રિકેટ રમશે. તે આવતા સપ્તાહથી
સરે તરફથી ત્રણ કાઉન્ટિ મેચનો હિસ્સો બનશે. ભારતીય ટીમ નવેમ્બરમાં ન્યુઝીલેન્ડના પ્રવાસે
જવાની છે. જેને ધ્યાને રાખીને અકિબ નબીએ આ કરાર કર્યો છે. નબી બુધવારે ઓવલ મેદાન પર
યોર્કશાયર વિરુદ્ધના મેચમાં સરે તરફથી રમીને કાઉન્ટિ ક્રિકેટમાં લગભગ ડેબ્યૂ કરશે.
અકિબ નબી શ્રીલંકા પ્રવાસની ભારતીય ટીમમાં સામેલ હતો. જો કે તેને બન્ને ટેસ્ટમાં રમવાનો મોકો મળ્યો ન
હતો.