• શનિવાર, 16 મે, 2026

અવસાન નોંધ

ભુજ : મૂળ વડોદરાના જયેશ પુષ્પકાંત પટેલ (ઉ.વ. 58) તે સ્વ. સુશીલાબેન પુષ્પકાંતના પુત્ર, રશ્મિકાબેનના પતિ, આદિત્ય, માનસીના પિતા, વિપુલભાઇ (વડોદરા), હિનાબેન (અમદાવાદ), સ્વ. પદમિનીબેનના ભાઇ, સ્વ. અંબાલાલ કાળીદાસ પટેલ અને સ્વ. શાન્તાબેન (ઉમરેઠ)ના જમાઇ, રાજીવ પટેલ, નિમેષ પટેલના બનેવી તા. 14-5-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 16-5-2026ના શનિવારે સાંજે 5થી 6 ગાયત્રી મંદિરની બાજુમાં, બિહારીલાલ મંદિર, ભુજ ખાતે.

અંજાર : મૂળ માંડવીના વિનોદચંદ્ર છોટાલાલ માંડલિયા (મહેતા) (નિવૃત્ત જમીન વિકાસ નિગમ) (ઉ.વ. 79) તે પ્રફુલ્લાબેન (વંદનાબેન)ના પતિ, હેમલ માંડલિયા (ધર્મસૂત મસાલા), સંત નિર્ભયદાસજી સ્વામી કણભા (પૂર્વાશ્રમના અલ્પેશ), અવનીબેન યોગેશભાઈ પારેખ (મોરબી)ના પિતા, સ્વ. રમણીકલાલ માધવજીભાઈ  મણિયારના  જમાઈ, જિતેશભાઈ રમણીકલાલ મણિયારના બનેવી, જિજ્ઞાબેન મણિયારના નણદોયા, દિપાલીબેન અપૂર્વ દાણી, ખુશીબેન યોગેશ પારેખના નાના, સવાઈલાલ, ઝવેરીલાલ છોટાલાલ માંડલિયા, સ્વ. વિમળાબેન ગુણવંતરાય કલ્યાણી, મંગળાબેન પ્રફુલ્લચંદ્ર મહેતા, કનકબેન જશવંતભાઈ મોદીના ભાઈ, સ્વ. શારદાબેન, પૂર્ણિમાબેનના દિયર, રીના, સ્વ. સુનીલ, સમીર, જિજ્ઞેશ, રાજુ, દિનુ, મીના, હિનાના કાકા, સ્વ. વિભાના કાકાજી, પીયૂષ, જયેશ, કાશ્મીરા, રાજુ, મીનલ, ચેતના, રેણુકા (ગ્રીન પેલેસ હોટલ-ગાંધીધામ)ના મામા, વિદિતા, પ્રિયંકા, આશિષના ફુવા, ચાંદનીના ફુવાજી તા. 14-5-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 16-5-2026ના શનિવારે સાંજે 5.30થી 6.30 ક્લબ હાઉસ, સંઘવી હોમ્સ, એપીએમસીની બાજુમાં, અંજાર ખાતે.

અંજાર : કચ્છી લોહાણા ભરતભાઈ અંજારિયા (ગાયત્રી ફર્નિચર- અંજાર) (ઉ.વ. 58) તે સ્વ. ગોદાવરીબેન મનસુખલાલ અંજારિયા (આડસણી)ના પુત્ર, મીનાબેનના પતિ, સ્વ. લક્ષ્મીબેન શામજી હંસરાજભાઈ ઉદવાણીના દોહિત્ર, સ્વ. શાંતાબેન જેઠાલાલ થોભરાણી (ભુજ)ના જમાઈ, ભરતભાઈ જેઠાલાલ થોભરાણી (ભુજ)ના બનેવી, કમળાબેન ભરતભાઈ થોભરાણી (ભુજ)ના નણદોયા, સ્વ. ખ્યાતિ, ટીશા, ઈશા, બંટીના પિતા, સ્વ. નયનતારાબેન રાજાભાઈ ઠક્કર (ભુજ), સ્વ. સુશીલાબેન ચંદુભાઈ ઠક્કર, સ્વ. મંજુબેન, ગીતાબેન, રીટાબેન, અલ્પાબેન, સ્વ. બિપિનભાઈ, શિરીષભાઈ, સ્વ. રાજુભાઇના ભાઈ, ગં.સ્વ. નિરૂપાબેન, અંજુબેન, ગં.સ્વ. ભાવનાબેનના દિયર, ટ્વિકંલ, સોનમ, હાર્દિક, ખુશ્બૂ, પરિન્દ, ભારા, યશના કાકા અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 16-5-2026ના શનિવારે સાંજે 5થી 6 લોહાણા મહાજન વાડી સવાસર નાકા, અંજાર ખાતે.

કેરા (તા. ભુજ) : હાજિયાણી જરીનાબાઈ હાજીસુલેમાન જરંગ લુહારવાઢા (ઉ.વ. 80) તે મ. હાજીસુલેમાનના પત્ની, હાજીઅલીમામદ ઈસમાઇલના પુત્રવધૂ, સિદીક બાડાઇના પુત્રી, અબ્દુલ કરીમ (અધાભા કરાચી)ના બહેન, યુસુફ, દાઉદ, અબ્દુલ લતીફ, અબ્દુલ ગની, અબ્દુલ રઝાક, હાજી કાસમ, હાજી રમજાન, મ. મહમદ હુશૈનના ભાભી અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 17-5-2026ના રવિવારે સવારે 10થી 11 મદરેસા-એ-ફેઝાને મુસ્તફા, ગજોડ રોડ, કેરા ખાતે.

ગઢશીશા (તા. માંડવી) : કરશન ભાણજી બ્રહ્મભટ્ટ (ઉ.વ. 47) તે નવીન, ભીમજી, રમેશ, રામજી, દેવજીના પિતા, ગોવિંદ, બાબુભાઇ, સ્વ. પ્રેમજીના ભાઇ, બહાદુર મહોબ્બત રામ, ભરત ગોવિંદ, હરેશ પ્રેમજી, અશ્વિન બાબુના કાકા તા. 14-5-2026ના અવસાન પામ્યા છે. ડાંગની રાત-ભજન તા. 24-5-2026ના તથા બારસ તા. 25-5-2026ના.

વિથોણ (તા. નખત્રાણા) : હાલે વડોદરા રતિભાઈ (લધારામ) માવજીભાઈ પદમાણી (ઉ.વ.  84) (જય ગોપાલ સો-મીલવાળા) તે મનોજભાઈ, હરેશભાઈ, સ્વ. અમૃતબેન (વડોદરા), પારૂલબેન (જલગાંવ), નર્મદાબેન (કોલકાતા)ના પિતા, મોતીભાઈ, ગોપાલભાઈ, જયંતિભાઈ, જીવરાજભાઈ, જશુબેન (વડોદરા), જાનાબેન (વડોદરા), કાન્તાબેન (હૈદરાબાદ)ના મોટા ભાઈ તા. 14-5-2026ના અવસાન પામ્યા છે. બેસણું તા. 18-5-2026ના સોમવારે સવારે 8.30થી 11 લક્ષ્મીનારાયણ મંદિર, વિથોણ ખાતે.

બિબ્બર (તા. નખત્રાણા) : જાડેજા રાણાજી વેલાજી (ઉ.વ. 77) તે વેલાજી મોમાયાજીના પુત્ર, સંભાજી, લાધુભા, અજુભા, વિરમજી, સોમાજી, સુરાજી, રવાજી, ગોવિંદજી, ઓધાજી, ભાણજી, સવાઇસિંહ, સ્વરૂપસિંહ, વિરમજી, ખેંગારજીના ભાઇ, નારાણજી, પ્રેમસંગજી, મહાવીરસિંહના પિતા, વિસાજી, સુરતાજીના કાકા, સવાઇસિંહ, અજુભા, રૂપસંગજી, ટપુભાના મોટાબાપુ, સોઢા તમાચીજી પુંજરાજજી (ધામાય)ના જમાઇ તા. 14-5-2026ના અવસાન પામ્યા છે. સાદડી નિવાસસ્થાન બિબ્બર ખાતે.

નિરોણા (તા. નખત્રાણા) : ભાનુશાલી જીતેન્દ્ર નેણશી ગજરા (ઉ.વ. 70) તે સ્વ. ભચ્ચાબાઇ નેણશી મનજીના પુત્ર, જમનાબેનના પતિ, મણિબેન (ધુણઇ), નીતાબેન (ભુજ), પરેશ, હિંમત, મહેશના પિતા, દર્શન, મિતેશ, નિખિલના દાદા, રામાબેન (ઝુરા), ડાહીબેન (ભુજ), દયાબેન (લોરિયા), હરેશભાઇ, માધવજી, અરવિંદના ભાઇ, સ્વ. જેરામ ધરમશી વડોર (બિબ્બર હાલે ભુજ)ના જમાઇ તા. 15-5-2026ના અવસાન પામ્યા છે. સાદડી તા. 17-5-2026 રવિવારે સવારે 9થી 1 નિવાસસ્થાન ભાનુશાલી ફળિયા, નિરોણા ખાતે.

થરાવડા (તા. નખત્રાણા) : વાઘેલા મેઘજીભાઇ ભોજાભાઇ (ઉ.વ. 92) તે મઘીબેનના પતિ, ભરતભાઇ, નાનજીભાઇ, ગૌરીબેન દિનેશ આંઠુ (ઐયર)ના પિતા, સ્વ. મનજીભાઇ ભોજાભાઇ, સ્વ. રામીબેન વિશ્રામ યાદવ (કાદિયા), સ્વ. કેશરબેન મેગજીભાઇ (દેવપર)ના ભાઇ, જયરામભાઇ મનજીભાઇ, રમેશભાઇ મનજીભાઇના કાકા, નરસિંહ કાનજી વાઘેલા (પી.એસ.આઇ.)ના મોટાબાપા, જિજ્ઞેશ, પ્રિતેશ, અક્ષય, તુલસી, દિવ્યા, બંસીના દાદા, સ્વ. રામજી ભાણજી પરમાર (આણંદસર-મં.)ના જમાઇ તા. 15-5-2026ના અવસાન પામ્યા છે. ધાર્મિકક્રિયા તા. 20-5-2026ના રાત્રે સત્સંગ, તા. 21-5-2026ના ગુરુવારે સવારે 10 વાગ્યે ઘડાઢોળ, બારમું તથા બેસણું નિવાસસ્થાન થરાવડા ખાતે.

નલિયા (તા. અબડાસા) : મૂળ જખૌના પ.ક.મ.ક.સ.સુ. દરજી રમીલાબેન (ઉ.વ. 65) તે શિવજીભાઇ મોઢના પત્ની, કિરીટભાઇ, અરુણાબેન, વીણાબેનના માતા, ભાવિનાબેન, પ્રદીપભાઇ (નખત્રાણા), ગોવિંદભાઇ (દોલતપર)ના સાસુ, રિયા, કિંજલ, લક્ષ્યના દાદી, જયભાઇ (અંજાર)ના દાદીસાસુ, ઉમેદબેન, સ્વ. દમયંતીબેનના દેરાણી, અનસૂયાબેનના જેઠાણી, વિનોદભાઇ, દિનેશભાઇ (કોઠારા), ડિમ્પલબેન (નલિયા), પ્રીતિબેન, ચંદ્રિકાબેન, ભાવનાબેન, તરલાબેન, જયેશભાઇના કાકી, ચેતનભાઇ, ચેતનાબેનના મોટીમા, શંકરલાલ બેચરદાસ ડાભી (નલિયા)ના પુત્રી, શારદાબેન (માધાપર), વિઠ્ઠલદાસભાઇ, પરેશભાઇ (નલિયા)ના બહેન તા. 15-5-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 17-5-2026 રવિવારે સાંજે 4થી 5 કચ્છી રાજપૂત સમાજવાડી, નલિયા ખાતે.

વરાડિયા (તા. અબડાસા) : બકાલી મામદ આમદ (ઉ.વ. 73) તે સિદીક અને અબ્દુલના પિતા, નૂરમામદના ભાઇ તા. 15-5-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 18-5- 2026ના સોમવારે સવારે 10થી 11 નિવાસસ્થાન બકાલી બાગ, વરાડિયા ખાતે.

આશાપર (તા. લખપત) : સોઢા થાનસિંહ જેઠમાલજી (ઉ.વ. 85) તે સોઢા મગાજી તથા ભચુભા થાનસિંહ (કિસાન મોરચા તા.ભાજપ પ્રમુખ)ના પિતા, કાનજી, વિરમજીના ભાઇ, રૂપાજી, શિવુભા, સરદારસિંહ, જીવુભા, ચંદનસિંહ, બહાદુરસિંહ જીવુભા, રણજિતસિંહ, કિરીટસિંહના કાકા, લક્ષ્મણસિંહ, મહેન્દ્રસિંહ, હરદેવસિંહ, ભુરૂભા, હરદેવસિંહ કૃપાલસિંહ, ગુલાબસિંહ, રૂષિરાજસિંહ, સહદેવસિંહ, કુલદીપસિંહ કૃપાલસિંહ, રાજદીપસિંહ, રાજવીરસિંહના દાદા, શિવુભા ભગુજી જાડેજા, રાણાજી ભગુજી જાડેજા (ઝુરા)ના બનેવી, હનુભા ખેતાજી જાડેજા (આરીખાણા), જીવુભા ભુખુભા જાડેજા (સુડધ્રો)ના સસરા તા. 14-5-2026ના અવસાન પામ્યા છે. તા. 24-5-2026ના દશાવો, તા. 25-5-2026ના બારસ વિધિ નિવાસસ્થાન આશાપર ખાતે.

ઘડુલી (તા. લખપત) : દેવજીભાઈ લિંબાણી (ઉ.વ. 78) તે કરસન વીરજી લિંબાણીના પુત્ર, ડાહીબેનના પતિ, ચંદુભાઈ, શામજીભાઈ, હંસરાજભાઈના પિતા તા. 15-5-2026ના અવસાન પામ્યા છે. બેસણું તા. 18-5-2026ના સોમવારે સવારે 8.30થી 10 કડવા પાટીદાર સમાજવાડી, ઘડુલી ખાતે.

મનફરા (તા. ભચાઉ) : મૂળ ખેંગારપરના ગોસ્વામી ગોદાવરીબેન (ઉ.વ. 65) તે રેવાગર સવાગરના પત્ની, સવાગરના પુત્રવધૂ, સામગર, રમેશ, હિતેષ, મંજુના માતા, કસ્તૂરીબેન તેજગરના પુત્રી, ઘનશ્યામ, તુલસીગર, સાનુબેન, ગીતાબેનના બહેન, બધીબેન, બાબીબેનના ભાભી, કાંતા, દિવ્યાના સાસુ, ખુશી, ઓમ, પાર્થવીના દાદી, કરીષ અને કશિશના નાની તા. 14-5-2026ના અવસાન પામ્યા છે. પૂજનવિધિ તથા ઉત્તરક્રિયા તા. 18-5-2026ના નિવાસસ્થાન મનફરા ખાતે.

મુંબઇ : મૂળ કોઠારિયા (માણાવદર)ના અ.સૌ. દમયંતીબેન શાંતિભાઈ પેશાવરિયા (ઉ.વ. 73) તે શાંતિલાલ મોહનભાઈ પેશાવરિયાના પત્ની, ભાવેશભાઈ, મનોજભાઈ, નીલમબેન, ઉષાબેનના માતા, જયેશભાઈના ભાભુ, નરેન્દ્રભાઈના ભાભી, હરમન, વિહાના દાદી, સ્વ. મોહનભાઈ, કાનજીભાઈ, જમનાદાસ સંચાણિયાના બહેન તા. 13-5-2026ના અવસાન પામ્યા છે. બેસણું તા. 16-5-2026ના શનિવારે સાંજે 4.30થી 6 સવિતા બેન્ક્વેટ હોલ, સબ વેની બાજુમાં, સાંઈનાથ રોડ, મલાડ (વેસ્ટ), મુંબઈ ખાતે.

મુંબઇ : મૂળ બેરાજાના પ્રકાશ રવિલાલ સોલંકી (ઉ.વ. 43) તે શીતલબેનના પતિ, માહી અને વિહાના  પિતા, સ્વ. રવિલાલ અને લીલાવતીના પુત્ર, ગં.સ્વ. ભારતી રમેશ રાઠોડના જમાઈ, વૈશાલી, શીતલ, પલ્લવીના ભાઈ તા. 14-5-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 16-5-2026ના શનિવારે સાંજે 4થી 5 મુક્તેશ્વર મહાદેવ મંદિર, મુલુંડ (વેસ્ટ) ખાતે. 

Panchang

dd