• ગુરુવાર, 29 જાન્યુઆરી, 2026

અવસાન નોંધ

ભુજ: સાવિત્રીબેન પ્રાગજી પરમાર તે નારાણભાઇ નરશીભાઇના પૌત્રી, પ્રાગજીભાઇ નારાણભાઇ પરમારના પુત્રી, દીપક પ્રાગજીભાઇ, શની કાનજીભાઇ, પ્રકાશ કાનજીભાઇના બહેન, હિરેન, ખુશાલ, ધીરેન્દ્રના કાકી તા. 25-1-2026ના અવસાન પામ્યા છે. ધાર્મિકવિધિ નિવાસસ્થાને રામનગરી, ભુજ ખાતે.

ભુજ : મૂળ ખાવડાના દાવડા ઘનશ્યામભાઇ મોતીરામ (ઉ.વ. 70) તે સ્વ. પ્રેમાબેન મોતીરામ દાવડાના પુત્ર, તારાબેનના પતિ, સ્વ. હીરાલાલ ધરમશી પાદરાઇના જમાઇ, સ્વ. તારાબેન, સ્વ. કાંતાબેન, સ્વ. ભાગીરથીબેન, ઉમેદભાઇ, નવીનભાઇના ભાઇ, સામજીભાઇ, સ્વ. પ્રેમજીભાઇના સાળા, તરુણાબેન અને કાજલબેનના પિતા, ગૌતમભાઇ શેઠિયા, અંકિતભાઇ મજેઠિયાના સસરા, દિનેશભાઇ, વિજયભાઇના બનેવી, સ્વ. ખટાઉભાઇ, સ્વ. ચાંપશીભાઇ, સ્વ. દયારામભાઇ, સ્વ. મોંઘીબેનના ભત્રીજા, સ્વ. કાનજીભાઇ, સ્વ. દામજીભાઇ, સ્વ. મેઘબાઇના ભાણેજ, હિનાબેન, ભાવનાબેન, હર્ષદ, વર્ષા, જિજ્ઞેશ, નીતિન, સ્વ. ભાવેશ, જિગરના મામા, મોનીષ, રુદ્ર, રાશિ, યુવરાજના નાના, બીનાબેનના જેઠ, પ્રેમના મોટાબાપા તા. 28-1-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 30-1-2026ના શુક્રવારે સાંજે 4થી 5 નાનજી સુંદરજી સેજપાલ લોહાણા મહાજનવાડી, ગ્રાઉન્ડ ફલોર, પવાણી હોલ, ભુજ ખાતે. (લૌકિક વ્યવહાર બંધ છે.)

ગાંધીધામ : અમિત કેસરીમલજી જૈન (ઉ.વ. 41) તે પુષ્પાદેવી, સ્વ. કેસરીમલજી જૈનના પુત્ર, નેન્સીના પતિ, પરિધિના પિતા, મનીષ, રેખા, જિતેન્દ્ર, વિનોદ, ધર્મેન્દ્ર, રમેશ, રાજેશના ભાઈ, ભારતીના દિયર, કિશોરજી બાગરેચાના સાળા, મોહનલાલ, કાંતિલાલના ભત્રીજા તા. 27-1-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 29-1-2026ના સાંજે 4થી 5 ઝૂલેલાલ મંદિર, શિવ હોટલ પાસે, ગાંધીધામ ખાતે.

અંજાર/રાજકોટ : મૂળ ગળપાદરના કચ્છ ગુર્જર ક્ષત્રિય ગં.સ્વ. ગુણવંતીબેન ચાવડા તે સ્વ. મનહરભાઇના પત્ની, સ્વ. રૂપેશભાઇ, જાગૃતિબેન જયદીપભાઇ વેગડના માતા, ગં.સ્વ. પારૂલબેનના સાસુ, શ્રેયાંશી, હેતાંશના દાદી, અર્જુનના નાની તા. 26-1-2026ના અવસાન પામ્યા છે. બેસણું તા. 29-1-2026ના ગુરુવારે સાંજે 4.30થી 5.30 નિવાસસ્થાને શ્રી સોસાયટી 30-, રૂપસાગર, શેરી નં. 2, વિદ્યુનગર રોડ, રાજકોટ ખાતે.

મુંદરા : બ્રહ્મક્ષત્રિય દયારામ જીવણદાસ ખુડખુડીયા (પટેલ) (ઉ.વ. 95) તે સ્વ.અ.સૌ. હંસાબેન ના પતિ, જીવણદાસ ખીમજી ના પુત્ર, સ્વ. જેઠાલાલ ગોપાલજી વિછી (પત્રીવાળા)ના જમાઈ, સ્વ. પ્રવીણચંદ્ર કાનજી વિછીના બનેવી, સ્વ. રતનાસિંહ, સ્વ. લીલાધર, સ્વ. શાંતિલાલ, વલ્લભદાસ (શંભુભાઈ), સ્વ. જશુબેન, સરસ્વતીબેનના ભાઈ, દીપક, રમેશ, જયશ્રી અરાવિંદ સોનેજી (ભુજ)ના પિતા, સવિતાબેન, સ્વ.અ.સૌ. હંસાબેનના સસરા, દર્શન, જિગર, અંકિતા, મોનિકા હર્ષદ ભેડા (માંડવી), શિવાની પાર્થ મામતોરા (માંડવી), સારિકાના દાદા, સ્મિતના નાના તા. 27-1-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 30-1-2026ના શુક્રવારે સાંજે 4થી 5 દરજી સમાજવાડી, એસ.ટી. બસ સ્ટેશનની સામે, મુંદરા ખાતે.

રાપર : માલી નારણભાઈ (ઉ.વ. 75) (નિવૃત્ત લાઈન ઇન્સ્પેક્ટર, જીઇબી) તે સ્વ. રાધાબેન બેચરાભાઈના પુત્ર, જમનાબેનના પતિ, સ્વ. ગોપાલભાઈ, સ્વ. રામસંગભાઈ, સ્વ. રામજીભાઈ, સ્વ. શામજીભાઈ, સ્વ. ગણેશભાઈના ભાઈ, વિનોદ, સતિષ, જ્યોતિબેનના પિતા, જાગૃતિબેન, નિર્મલાબેન, હરેશભાઈના સસરા, સ્વ. મોહનભાઈ, રાઘુભાઈ, જયસુખ, જનક, જિતેશ, નરેશ, ગૌરવના કાકા, ક્રિષ્ના, સચિન, યોગેશ, માધવ, ઋષિકેશ, પ્રશાંત, જય, જિત, જતિન, અંશ, પ્રિન્સ, પ્રથમના દાદા, સ્વ. શંભુભાઈ જીવાભાઈ (કાનમેરવાળા)ના જમાઈ, સ્વ. સવાભાઈ, રામજીભાઈ, શામજીભાઈ, તુલસીભાઈના બનેવી તા. 25-1-2026ના અવસાન પામ્યા છે. સામાજિક લોકાઈ તથા પ્રાર્થનાસભા તા. 29-1-2026ના ગુરુવારે સાંજે 4થી 5 નિવાસસ્થાન આહીર સમાજવાડીની પાછળ, નંદાસર રોડ, રાપર ખાતે.

મસ્કા (તા. માંડવી) : કાયસ્થ પુષ્પાબેન કુંદનલાલ મહેતા (ઉ.વ. 95) તે સ્વ. કુંદનલાલ કેશવજી મહેતાના પત્ની, સ્વ. કાશીબેન કેશવજી મહેતાના પુત્રવધૂ , સ્વ. અજવાળીબેન પ્રભુલાલ મહેતાના પુત્રી, સ્વ. મુકતાબેન છેલશંકર, સ્વ. મણિકાંત પ્રભુલાલ, સ્વ. હરિકૃષ્ણ પ્રભુલાલ, સ્વ. ચંદ્રબાળાબેન બાલમુકુન્દ, સર્વદમન પ્રભુલાલના બહેન, સ્વ. છેલશંકર, સ્વ. ચંદ્રશંકર, સ્વ. મુકુંદભાઇ, સ્વ. નાનાલાલ, સ્વ. વસંતભાઇ, સ્વ. હીરાલાલ, સ્વ. તારાબેનના ભાભી, પ્રદીપભાઈ, પ્રવીણાબેન, સ્વ. સરલાબેન, પ્રજ્ઞાબેન, કલ્પનાબેન, નીતાબેનના માતા, નકુલભાઈ, મૂળજીભાઈ, બીનાબેન, મહેશભાઈના સાસુ, ક્રિષ્નાબેન, ભૂમિકાબેન, ધારાબેનના દાદી, આરતીબેન, કુંતલભાઈ, કેતનભાઈ, આશાબેન, ચંદ્રમૌલી, કપિલભાઈ, યશભાઈના નાની, રશ્મિકાંત, યજ્ઞેશભાઈ, વિશ્વેશભાઈ, આશિષભાઈના કાકી, પરેશભાઈ, પંકજભાઈ, રાજેશભાઈ, જગદીશભાઈ, સંજયભાઈના ફઈ, સ્વ. રમાલક્ષ્મી, ચંદ્રિકા, શોભના, પ્રીતિબેન, પ્રકાશ, સ્વ. અરૂણ, શૈલેષના માસી, સ્વ. મુક્તાબેન, સ્વ. મંગળાબેન, આશાબેન, સ્વ. ચંપાબેન, સ્વ. રસીલાબેનના દેરાણી તા. 28-1-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 30-1-2026ના શુક્રવારે 4થી 5 રાજગોર સમાજવાડી, મસ્કા (તા. માંડવી) ખાતે.

મેરાઉ (તા. માંડવી) : શિવગણ રવજી સેંઘાણી (ઉ.વ. 89) તે ગોમતીબેનના પતિ, સ્વ. અરજણભાઇ, સ્વ. ધનજીભાઈ, સ્વ. માવજીભાઈ, સ્વ. વાલબાઈબેન (ઉ. ગુજરાત), સ્વ. કકુબેન (મુંબઈ), ગોમતિબેન (દુર્ગાપુર)ના ભાઈ, સ્વ. રામુબેન, ગં.સ્વ. લાછબાઈ, સ્વ. રતનબેનના દિયર, શાન્તાબેન, મણિબેન, અમરતભાઈગં.સ્વ. મંજુલાબેન અને લીલાબેનના પિતા, કલ્યાણજીભાઇ (લાયજા મોટા), વસંતભાઈ (દહેગામ), પ્રભાબેન અમૃતલાલ (મેરાઉ), સ્વ. લીલાધરભાઈ (શીરવા), ચીમનલાલ (મુંબઈ-ઘાટકોપર)ના સસરા, રોહિત, ગૌરી, જિજ્ઞા, જીનલના દાદા, દર્શિકાબેન રોહિતભાઈ (મેરાઉ), ગૌતમ (વેસલપર), પીયૂષ (વડવા કાયા-મુંદરા), અંકિત (જામાંથડા-ભુજ)ના દાદાસસરા, પરિધિ અને હિતાંશુંના પડદાદા, સ્વ. શામજીભાઈ માવજીભાઈ ધોળું (રાયણ-મોટી)ના જમાઈ તા. 27-1-2026ના અવસાન પામ્યા છે. સાદડી તા. 29-1-2026ના ગુરુવારે સવારે 9થી 11.30 અને બપોરે 3થી 5 પૈયાવાડી, મેરાઉ (તા. માંડવી) ખાતે.

દેશલપર-કંઠી (તા. મુંદરા) : ભરતસિંહ (ઉ.વ. 57) તે સ્વ. નવુભા પોપટભા જાડેજાના પુત્ર, સ્વ. ભીખુભા, સ્વ. ધીરુભા, જટુભા, કેશુભા, મહિપતસિંહના ભત્રીજા, હાર્દિકસિંહના પિતા, ચંદુભા, દિલીપસિંહ, સ્વ. હેતુભાના ભાઇ, મહાવીરસિંહના કાકા, શક્તિસિંહ, કરણસિંહના મોટાબાપુ તા. 27-1-2026ના અવસાન પામ્યા છે. બેસણું તા. 31-1-2026ના શનિવારે જાડેજા સમાજવાડી ખાતે.

અંજાર : જાગૃતિબેન ચંદાણી તે હર્ષદભાઈ છગનલાલ ચંદાણી (એસ.ટી. ડ્રાઇવર અંજાર)ના પત્ની, ભરતભાઈ, રાજેશભાઈ, જયેશભાઈના ભાભી તા. 28-1-2026ના અવસાન પામ્યા છે. સ્મશાનયાત્રા તા. 29-1-2026ના સવારે 9 વાગ્યે નિવાસસ્થાન નવકાર હોમ્સ, ગ્રીન પ્લેન્ડ , અંજાર-આદિપુર રોડથી નીકળશે.

રાપર : મહાલક્ષ્મીબેન ગોસ્વામી (હિંગલાજીયા) (ઉ.વ. 63) તે સ્વ. મણિબેન શંકરગિરિનાં પુત્રવધૂ, ધનસુખગિરિ (નિવૃત્ત નાયબ મામલતદાર, રાપર)ના પત્ની, ભરતગિરિ, ભાવિકગિરિના માતા, હિનાબેન (નખત્રાણા), જયશ્રીબેન (ભરુચ)ના સાસુ, વિશ્વા, મિલોની અને ક્રિસીકાના દાદી, પ્રભાબેન કાશીગિરિ શિવગિરિ (તુણા)ના પુત્રી, ગિરીશગિરિ, શંકરગિરિ, જયાબેન, જયશ્રીબેન, ગીતાબેન, મીતાબેનના બહેન, સ્વ. કૈલાશગિરિ, સ્વ. માધવગિરિ, જગદીશગિરિના નાના ભાઈના પત્ની, સ્વ. દિનેશગિરિ, નિર્મળાબેન જગદીશગિરિ (ભીમાસર), સુરેશગિરિ, રમેશગિરિ, દશરથગીરીના ભાભી, મંગલગર, દોલતગર, ચતુરગર, ગવરીગર (તુણા)ના ભત્રીજી તા. 28-1-2026ના અવસાન પામ્યા છે. લોકાચાર (બેસણું) તા. 30-1-2026ના શુક્રવારે સવારે તથા શંખઢોળ અને શક્તિ પૂજન તા. 7-2-2026ના શનિવારે નિવાસસ્થાન, સ્વ. અલજીબાપુ વાસ, રાપર ખાતે.

માધાપર (તા. ભુજ) : મંજુલાબેન પ્રતાપભાઇ ગરવા (ઉ.વ. 44) તે પ્રતાપભાઇ જખુભાઇના પત્ની, જખુભાઇ ધનાભાઇના પુત્રવધૂ, સ્વ. લાલુબેન પૂંજાભાઇ બાલાભાઇ ગાંજણના પુત્રી, મનીષા, વિવેકના માતા, મનોજભાઇના સાસુ, સવજીભાઇના નાના ભાઇના પત્ની, તેજબાઇ અને જશોદાના ભાભી, પ્રકાશ અને ભાવનાના બહેન તા. 28-1-2026ના અવસાન પામ્યા છે. ધાર્મિકક્રિયા તા. 30-1-2026ના સાંજે તથા સત્સંગ તા. 31-1-2026ના સવારે પાણી.

રતનાલ (તા. અંજાર) : રવાભાઈ ડેકાભાઈ વરચંદ (દોઢીયેવારા) (ઉ.વ. 79) તે રામજીભાઈ ડેકાભાઈ વરચંદના ભાઈ, ત્રિકમભાઈ રામજીભાઈ વરચંદ (સરપંચ, રતનાલ ગ્રામ પંચાયત)ના કાકા, ભગુભાઈ, રૂપાભાઈ, રણછોડભાઈ, નંદલાલભાઈ, રાધાબેન ભીમજીભાઈ વાઘાણીના પિતા તા. 28-1-2026ના અવસાન પામ્યા છે. બેસણું નિવાસસ્થાને સચ્ચિદાનંદ મંદિરની બાજુમાં, રતનાલ ખાતે.

ડુમરા (તા. અબડાસા) : મૂળ ચુડિયા (નગરપારકર)ના સોઢા હઠીસંગ (ઉ.વ. 95) તે સ્વ. મદારસિંહ ખેતાજીના પુત્ર, ચનુભા ભોજરાજસિંહ (કપુરાશી)ના ભાઇ, સુરતસિંહ, મનહરસિંહ, બાલુભાના પિતા, પ્રદીપસિંહ, યુવરાજસિંહ, મહાવીરસિંહ, પદમસિંહના દાદા તા. 28-1-2026ના અવસાન પામ્યા છે. સાદડી નિવાસસ્થાને.

ઘડુલી (તા. લખપત) : કિશોરકુમાર માવજી સોનાઘેલા (ઉ.વ. 40) તે ગં.સ્વ. મણિબેન માવજી ગોવિંદજીના પુત્ર, સ્વ. ચાગબાઇ શિવજી, ગં.સ્વ. ઝવેરબેન પરસોત્તમ, સ્વ. શાન્તાબેન તુલસીદાસ (મુધાન), સ્વ. રામાબેન મંગલદાસ (પુનડી)ના ભત્રીજા, જગદીશ, દિનેશ, શોભનાબેન કીર્તિકુમાર આઇયા (નખત્રાણા), ચંદ્રિકાબેન દિનેશકુમાર જોબનપુત્રા, કસ્તૂરીબેન જયેશભાઇ ચોથાણી (ભુજ)ના ભાઇ, સ્વ. મોહનલાલ, સ્વ. લાલજી, હરેશ, સ્વ. જયેશ, મહેશના કાકાઇ ભાઇ, તરુણ, સાગર, ગાયત્ર, વિધિ, ભાગ્યશ્રી, નીકિતાના કાકા, ગં.સ્વ. સવિતાબેન, રમીલાબેન, કલ્પનાબેન, નયનાબેન, મનીષાબેનના દિયર, નીલમબેન નીલેશભાઇ (ભુજ), રશ્મિબેન કિરીટભાઇ (રાજકોટ), રિંકુબેન સુનિતભાઇ (વડોદરા), રાહુલ, અંકિત, નંદિશ, કિશન, શિવાની, અંજલિના મામા, સ્વ. જેઠાનંદ કાનજી કતિરા (કુરિયાણી)ના દોહિત્ર, સ્વ. રતનસી, સ્વ. જમનાદાસ, સ્વ. મુલબાઇ કુંવરજી (ઘડુલી), ગં.સ્વ. સાવિત્રીબેન કરમસી કક્કડ (વર્માનગર)ના ભાણેજ, મોહનલાલ (વર્માનગર), ભરત કતિરા (ના.સરોવર), કિશોરભાઇ (પૂના), માલતીબેન મહેશભાઇ (કોઠારા)ના ફઇના દીકરા તા. 28-1-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 30-1-2026ના સાંજે 4થી 5 પાટીદાર સમાજવાડી, ઘડુલી ખાતે.

રાજકોટ : મૂળ ચોરવાડના લુહાર ત્રિકમભાઇ મોહનભાઇ કવા (ઉ.વ. 65) તે મનસુખભાઇ, મહેશભાઇ, સુધીરભાઇ, રાજુભાઇના મોટા ભાઇ તા. 28-1-2026ના અવસાન પામ્યા છે. બેસણું તા. 29-1-2026ના ગુરુવારે સાંજે 4થી  સહકારેશ્વર મહાદેવ મંદિર, 28-સહકાર સોસાયટીના છેડે, સહકાર મેઇન રોડ પાસે, રાજકોટ ખાતે.

કોલકાતા : મૂળ કચ્છ ગામ ખોંભડીના સંજય વિઠ્ઠલદાસ બારૂ (ઉ.વ. 63) તે નિશાબેનના પતિ, સ્વ. કાન્તાબેન વિઠ્ઠલદાસના પુત્ર, સ્વ. તુલસાબાઇ ગાંગજી ભવાનજી (રંગુનવાળા)ના પૌત્ર, સ્વ. ધનલક્ષ્મીબેન પ્રતાપસિંહ પવાણી (કચ્છ ગામ તુણા હાલે ચેન્નાઇ-મદ્રાસ)ના જમાઇ, સ્વ. ભાર્ગવના પિતા, કિશોરભાઇ, વિનોદ, સુધીર, સ્વ. માલતીબેન મંગલદાસ પવાણી (કોચીન), રશ્મિબેન (ચંદુબેન) રમેશચંદ્ર પૂંજાણી, સ્વ. મધુબેન ભૂપેન્દ્ર પલણ, ભારતીબેન ભરત ભીંડે, રેખાબેન પ્રવીણચંદ્ર ગંધા, ગં.સ્વ. પંકજબેન નરેશ પોપટના ભાઇ, સ્વ. ત્રિવેણીબેન મથુરાદાસ, સ્વ. ગોદાવરીબેન કલ્યાણજી, સ્વ. દમયંતીબેન શાંતિલાલ, ગં.સ્વ. જાનકીબેન ધરમશી (લઘુભાઇ), સ્વ. દમયંતીબેન (બચીબેન), સ્વ. જમનાબેન (મૈયાબેન) મથુરાદાસ ધિરાવાણી, સ્વ. રુક્ષ્મણીબેન મંગળદાસ ચંદનના ભત્રીજા, નિમેષ, પરેશ, નીલેશ, પારૂલના બનેવી, સંદિપ ખીયાના સાઢુભાઇ તા. 24-1-2026ના અવસાન પામ્યા છે. (લૌકિક વ્યવહાર બંધ છે.)

નવી દિલ્હી : જામનગરના ગિરિનારાયણ બ્રાહ્મણ આનંદ કે. વ્યાસ (ઉ.વ. 56) તે ભારતીબેન અને કુન્દનભાઈ વ્યાસના પુત્ર, હિરલબેનના પતિ, રેશમ અને ઉષ્માના પિતા, રેણુકાબેન રશ્મિકાંતભાઈ પુરોહિતના જમાઈ, અમિત અને રાહુલના ભાઈ 24-01-2026ના નવી દિલ્હી ખાતે અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા 30-01-2026 શુક્રવારે સાંજે પાંચથી સાત. ઠે.: શ્રી મુંબઈ પાટીદાર સમાજ, 6, ફ્રૅન્ચ બ્રિજ, મફતલાલ બાગ, મુંબઈ-7 ખાતે. 

Panchang

dd