• શનિવાર, 20 ડિસેમ્બર, 2025

અવસાન નોંધ

ભુજ : રાજગોર (માકાણી) નિર્મળાબેન (ઉ.વ. 87) તે સ્વ. ગૌરીશંકર દામોદર માકાણીના પત્ની, તરુલતાબેન (મુંબઈ), અરૂણાબેન (રાપર), ધર્મિષ્ઠાબેન (ભુજ), લતાબેન (ભુજ), દક્ષાબેન (મોટી ખાખર), સ્વ. કિશોરભાઈ, અરાવિંદભાઈ, સ્વ. અતુલભાઇના માતા, સ્વ. અમૃતલાલ, સ્વ. શંકરલાલ, સ્વ. મીઠાબાઈ છગનલાલના ભાભી, સ્વ. રમણબાળાબેનના દેરાણી, વાસંતીબેન, લક્ષ્મીબેનના જેઠાણી, સ્વ. મહેન્દ્રભાઈ મોતા (મુંબઈ), લક્ષ્મીકાંતભાઈ માલાણી (બટુકભાઈ-રાપર), સ્વ. બળવંતભાઈ જોશી (ભુજ), સ્વ. દિનેશભાઈ ગોર (ભુજ), લક્ષ્મીકાંતભાઈ મોતા (મોટી ખાખર), નિમુબેન, સવિતાબેનના સાસુ, મોનિકા, એકતા, હર્ષલ (મંત્રી ભુજ શહેર યુવા મોરચા), મિતેષ (અધ્યક્ષ વોર્ડ નંબર 5 વીએચપી), જાહન્વી, ક્રિષ્નાના દાદી, બિમલ, બ્રિજેશ, વૈશાલી, મમતા, કનૈયા, સોનમ, ભાવના, જાગૃત, બ્રિજેશ, હરેશ, મિતેષ, કમલેશના નાની, સ્વ. અમરતબાઈ કરસનજી જેસરેગોર (ભુજપુર)ના પુત્રી, કાનજી, પ્રભાશંકર, મયારામ, વસંત (મુંબઈ), જમનાબેન, લીલાવંતીબેનના બહેન તા. 18-12-2025ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 20-12-2025ના શનિવારે સાંજે 4થી 5 રાજગોર સમાજવાડી, ડાંડા બજાર, ભુજ ખાતે.

ભુજ : કાયસ્થ મહેન્દ્ર ચૂનીલાલ મહેતા (ઉ.વ. 60) તે સ્વ. ચંદ્રપ્રભા ચૂનીલાલ મહેતાના પુત્ર, સ્વ. કસ્તૂરબેન દયારામભાઇ સલાટના જમાઇ, સ્વ. મીનાબેનના પતિ, દેવાંગ, ચિરાગ, અનિરુદ્ધના પિતા, પ્રીતિના સસરા, સ્વ. જયચંદ, સ્વ. ઘનશ્યામ, બીનાબેન, સ્વ. ચેતનાબેનના ભાઇ, સૂરજબેન, તારાબેન, હસ્તાબેન, સ્વ. જયંતીભાઇના બનેવી, પ્રદીપભાઇ મહેતા, સ્વ. ચંદ્રકાન્ત મહેતાના સાળા, વંદનાના કાકા, ક્રિષ્ના, ભૂમિકા, ધારાના મામા તા. 19-12-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 22-12- 2025ના સાંજે 4થી 5 ચાગબાઇ સુંદરજી સેજપાલ સત્સંગ હોલ, બિલેશ્વર મહાદેવ મંદિર ખાતે. (લૌકિક વ્યવહાર બંધ છે.)

ભુજ : મ.ક.સ.સુ. દરજી ચૌહાણ હસમુખ નેણશીભાઇ (ઉ.વ. 66) (શુભમ ટેઇલર-ભુજ) તે સ્વ. ઝવેરબેન નેણશીભાઇના પુત્ર, નીલમબેનના પતિ, નિરાલી, રુચિતાના પિતા, હાર્દિકકુમાર સોમૈયા (સુખપર)ના સસરા, ક્રિશ્વાના નાના, સ્વ. પાર્વતીબેન કુંવરજીભાઇ સોલંકી (ભીમાસરિયા) (અંજાર)ના જમાઇ, મંજુલાબેન પીતાંબરભાઇ (અંજાર), ઉર્મિલાબેન મોહનલાલ (અંજાર), સ્વ. કંચનબેન ભગવાનજી (ભુજ)ના ભાઇ, કલ્પેશ, દીપેશ, જિજ્ઞાશા, તૃપ્તિ, પૂર્વીના મામા, ગં.સ્વ. શારદાબેન શામજીભાઇ (માધાપર), ગં.સ્વ. જયાબેન વૃજલાલ (મુંબઇ), સ્વ. શાંતાબેન હરીશભાઇ (માધાપર), નિતાબેન વિનોદચંદ્ર (ભુજ), કિશોરભાઇ કુંવરજી (અંજાર), લખીરામભાઇ કાપડી (અંજાર)ના બનેવી, સ્વ. છગનભાઇ, કિશોરભાઇ, છોટાલાલ, સ્વ. શંકરભાઇ, પ્રકાશભાઇ, સંજયભાઇના કાકાઇ ભાઇ, પરેશભાઇ ચત્રભુજ સોમૈયા (સુખપર)ના વેવાઇ તા. 18-12-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 20-12-2025ના શનિવારે સાંજે 4થી 5 ડોસાભાઇ ધર્મશાળા, પોસ્ટ ઓફિસ સામે, ભુજ ખાતે.

ભુજ : મૂળ હાલપુરના ખલીફા હારુન ઓસ્માણ (ઉ.વ. 38) તે મ. ખલીફા ઓસ્માણ લધાના પુત્ર, ખલીફા રબ્બાની ઓસમાણના મોટા ભાઇ, ખલીફા હાજી હુશેન (પેઇન્ટર), મ. નૂરમામદ (પેઇન્ટર)ના ભત્રીજા, ગની હાજી ઉમર, કાસમ હાજી ઉમરના ભાણેજ, જાનમામદ (હબાય)ના જમાઇ, જલીલ જાકબ (મોથાળા)ના સાળા, અદ્રેમાન હુશેન, મામદ હુશેન, કાસમ હુશેન, ઇસ્માઇલ નૂરમામદ, અલ્તાફ નૂરમામદના કાકાઇ ભાઇ તા. 19-12-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 21-12-2025ના રવિવારે સવારે 10.30થી 11.30 નિવાસસ્થાન હુશેની ચોક, જનતાનગરી, કેમ્પ એરિયા, ભુજ ખાતે.

ગાંધીધામ : આશમલ દેવરાજ લાલણ (ઉ.વ. 78) (હાલે કરાચી) તે વિશન તેજપાલ, નારાણ તેજપાલ, કાનજી તેજપાલ, દેવાનંદ તેજપાલના ભાઇ તા. 14-12-2025ના કરાચી ખાતે અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા (શિયાકો) તા. 21-12-2025ના રવિવારે સવારે 9 વાગ્યે પ્લોટ નં. 12, મકાન નં. એ-1, સેક્ટર-7, નારણભાઇ લાલણના નિવાસસ્થાને.

અંજાર : મૂળ ચાંદ્રોડાના કચ્છ ગુર્જર જૈન દક્ષાબેન પ્રદીપભાઇ મહેતા (ઉ.વ. 45) તે સ્વ. ધારશી દામજીના પુત્રવધૂ, અંબાબેન મોરાભાઇ વસાવાના પુત્રી, પ્રદીપભાઇના પત્ની, સાક્ષીના માતા, સ્વ. લલિતાબેન જયંતીલાલ દોશી, સ્વ. નીમુબેન જયંતીલાલ વોરા, ભરતભાઇ ધારશી મહેતાના ભાભી, હેની દિર્ગેશ ભણસારી, પ્રાચી પ્રિયંક મહેતાના કાકી તા. 18-12-2025ના અવસાન પામ્યા છે. (લૌકિક વ્યવહાર બંધ છે.)

અંજાર : ભગવાનદાસ બેચરદાસ ઉદવાણી (ઉ.વ. 68) તે સ્વ. મોંઘીબેન બેચરદાસ રામજીભાઈ ઉદવાણી (બકાલી)ના પુત્ર, મંજુલાબેનના પતિ, સ્વ. કાન્તિભાઇ રતનશી શેઠિયા (અંજાર)ના જમાઇ, સ્વ. રતીલાલભાઇ, ગિરધરલાલભાઇ, ગં.સ્વ. મણિબેન હિરાલાલ કોડરાણીના ભાઇ, સ્વ. સાવિત્રીબેન, મધુબેનના દિયર, દિલીપ, પંકજ, શીતલના પિતા, આશાબેન, વિશાલભાઈના સસરા, સ્વ. ઘનશ્યામ, જગદીશ, કનૈયાલાલ, જયેશ, મહેશ, ગં.સ્વ. કમળાબેન, પ્રતિમાબેન, દેવીલાબેન, ગં.સ્વ. ભારતીબેન, પ્રીતિબેન, જ્યોતિબેન, પુનીતાબેનના કાકા, આરતીબેન (ભુજ)ના મામા, સ્વ. રાજુભાઇ, જયેશભાઇ, લતાબેન નીતિનભાઈ દૈયા (નાસિક), કલ્પેશભાઇ (પપ્પુભાઇ-અંજાર)ના બનેવી, ગં.સ્વ. ભારતીબેન, વર્ષાબેન, નિતાબેન, અર્ચનાબેન, સોનલબેનના કાકાજી સસરા, નિસર્ગ, માનસના નાના, જીલ, નિકેત, હેમાંગી, કિંજલ, દેવાંગી, જીત, આરુષના દાદા તા. 18-12-2025ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા (ભાઇઓ-બહેનોની) તા. 20-12-202પના શનિવારે સાંજે 4.30થી 5.30 ભાટિયા મહાજનવાડી, અંજાર ખાતે.

રાપર : મૂળ ગાગોદરના શ્રીમાળી સોની કલોલિયા જેન્તીલાલ બાબુલાલ (ઉ.વ. 73) તે સ્વ. સોની જયાબેન બાબુલાલ કલોલિયાના પુત્ર, ગંગાબેનના પતિ, ધર્મેન્દ્ર, મનોજ, વર્ષાબેન (બાયડ), પલ્લવીબેન (ભચાઉ)ના પિતા, સ્વ. હિંમતલાલ, ગં.સ્વ. ગુણવંતીબેન મહેશકુમાર (ભચાઉ), કિશોરભાઈના મોટા ભાઇ, રંજનબેન, ભૂમિકાબેન, ભૂપેન્દ્રકુમાર (બાયડ), પીયૂષકુમાર (ભચાઉ)ના સસરા, ગં.સ્વ. લીલાંવતીબેન, ચંદ્રિકાબેનના જેઠ, હિતેષભાઈ, નીલેશભાઈ, હિનાબેન હિરેનકુમાર (રાધનપુર), જીનલબેન નયનકુમાર (રાપર), નેહાબેન રોહિતકુમાર (અંજાર)ના મોટાબાપા, હેતલબેન, વંદનાબેનના મોટા સસરા, હેન્સી, હેત, પ્રાન્સી, કાનોના દાદા, રીયાબેન ભાવિનકુમાર (અંજાર), ક્રીશ, કક્ષ, એન્જલના મોટા દાદા, દિવ્યમ, પ્રાર્થના, લાલો, નીતિના નાનાબાપા, પુલીન, સુમિત, કુંજલના મામા, સ્વ. નાનજીભાઈ, સ્વ. શાંતિલાલના ભત્રીજા, સ્વ. કાન્તિલાલ, મનસુખલાલ, દિનેશભાઈના કાકાઇ ભાઇ, મટુબેન ગાવિંદજી કાલીદાસ પાટડિયા (સમી)ના જમાઇ, અમૃતલાલ, શિવલાલ, કેશવલાલ, મનસુખલાલના બનેવી તા. 18-12-2025ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 20-12-2025ના શનિવારે સાંજે 4થી 5 કલોલિયાધામ, સોનીવાડી અયોધ્યાપુરી, રાપર ખાતે. (લૌકિક વ્યવહાર બંધ છે.)

મિરજાપર (તા. ભુજ) : રાજેશ પ્રહલાદ ચંદનાની (ઉ.વ. 55) તે દેવીબેન ચંદનાની (પાલી)ના પુત્ર, સ્વ. હીરાનંદ લાલવાણી (આદિપુર)ના જમાઈ, મોહનદાસ ચંદનાની (પાલી)ના ભત્રીજા, રેખાબેનના પતિ, લાલચંદ મોહનદાસ (પાલી), કમલેશ, પ્રવીણ, શૈલેષ (લાલો), જીયા ઇન્દ્રજિત કોટક (માંડવી)ના ભાઈ, લક્ષ્મનદાસ કોઠારી (મનહર ટી હાઉસ), નારાણદાસ કોઠારીના ભાણેજ, સ્નેહા ગૌરવના પિતા તા. 18-12-2025ના અવસાન પામ્યા છે. પઘડી (ઉઠમણુ) ભાઈઓ-બહેનોનું તા. 20-12-2025ના શનિવારે સાંજે 4થી 5 માતાજી ચાગબાઈ સુંદરજી સેજપાલ સત્સંગ હોલ, બિલેશ્વર મંદિર, ભુજ ખાતે.

માનકૂવા (તા. ભુજ) : કિશોરચંદ્ર શાહ (ઉ.વ. 75) તે સ્વ. નારણજી હરજી શાહના પુત્ર, નિર્મળાબેનના પતિ, ગાંધી ચત્રભુજ જેતશી (સુખપર)ના જમાઈ, મયૂર, લગ્નેશ, પરેશ, ભાવિનીના પિતા, બીનાબેન, હેતલબેન તથા દીપેનભાઈ ગાંધીના સસરા, જીનલ હેનીલ શેઠ (ભુજ), દિયા, હમ્યના દાદા, સાધ્વી વિરાંશુ વર્ધનાશ્રીજી મ.સા., સાધ્વી હિમાંશુ વર્ધનાશ્રીજી મ.સા., સાધ્વી મોક્ષાશું વર્ધનાશ્રીજી મ.સા.ના સંસારી પક્ષે દાદા, રીચાના નાના, સ્વ. વીણાબેન વાડીલાલ શેઠ (ગાંધીધામ), પ્રભાબેન વૃજલાલ વોરા (માનકૂવા), લીલાબેન મનસુખલાલ શાહ (ભુજ), ચંદનબેન (મીતાબેન) મનસુખલાલ શેઠ (ભુજ)ના ભાઈ, વૃજલાલ ચત્રભુજ ગાંધી (ચેન્નાઈ), સ્વ. દક્ષાબેન દીપચંદ મહેતા (માનકૂવા), કલાબેન જગદીશ શેઠ (નખત્રાણા)ના બનેવી, સ્વ. અભેચંદ હરજી શાહના ભત્રીજા, કિરણ, અશ્વિન, લગ્નેશ, મનીષ, રાહુલ, હાર્દિક, રૂપેશ, દિવ્ય, બાદલ, સ્વ. વિલાસબેન, ચેતના ચંદ્રા, તરૂણાના મામા તા. 19-12-2025ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 20-12-2025ના શનિવારે બપોરે 3.30થી 4.30 લક્ષ્મીનારાયણ સમાજવાડી, જૂનાવાસ, માનકૂવા ખાતે.

કુકમા (તા. ભુજ) : મૂળ વિંઝાણના વનરાજાસિંહ (ઉ.વ. 49) તે સ્વ. સામંતાસિંહ મદારાસિંહ જાડેજાના નાના પુત્ર, ભીખુભા, મૂળરાજાસિંહ, હરેન્દ્રાસિંહ, ભરતાસિંહ, અનિરુદ્ધાસિંહ, સંદીપાસિંહ, સાવજાસિંહ, પ્રતિપાળાસિંહ, જિતેન્દ્રાસિંહ, ઘનશ્યામાસિંહ, સ્વ. યુવરાજાસિંહ, હરપાલાસિંહ, અજયાસિંહના ભાઈ, ગિરિરાજાસિંહ, પાર્થરાજાસિંહના પિતા, સ્વ. બનાસિંહ, સ્વ. ટપુભા, મેઘરાજજી, સ્વ. મહેરામણજી, ગુમાનાસિંહના ભત્રીજા, વિજયાસિંહ, હરપાલાસિંહ, નીકુલાસિંહ, કર્મદીપસિંહના કાકા તા. 19-12-2025ના અવસાન પામ્યા છે. બેસણું તા. 22-12-2025ના બપોરે 3થી 6 નિવાસસ્થાન વિશ્વકર્માનગર, કુકમા ખાતે.

કુરબઈ (તા. ભુજ) : જાનાબેન પ્રેમજી રામજિયાણી (ઉ.વ. 86) તે પ્રેમજી લાલજીના પત્ની, લધા લાલજી (કનકપુર)ના નાના ભાઈના પત્ની, કાનજી લાલજી (કુરબઈ)ના ભાભી, કમળાબેન (વડોદરા), વિઠ્ઠલભાઈ (પોર-વડોદરા), ભાવનાબેન (મુંબઈ)ના માતા, વિમળાબેનના સાસુ, લધાભાઇ માધાભાઈ ભગત (કલ્યાણપુર)ના પુત્રી તા. 17-12-2025ના અવસાન પામ્યા છે. સાદડી તા. 23-12-2025ના મંગળવારે સવારે 8.30થી 11.30 પાટીદાર સમાજવાડી, કુરબઈ ખાતે.

ચુનડી (તા. ભુજ) : રૂપસંગજી ચાંદાજી જાડેજા (ઉ.વ. 44) તે સ્વ. ચાંદાજી અલુજીના પુત્ર, સ્વ. દાનસંગજી અલુજી, પતુભા હઠીસંગજીના ભત્રીજા, ખેતુભા ચાંદાજીના નાના ભાઇ, સવુભા દાનસંગજી, સુલતાનજી દાનસંગજી, ભુરૂભા અજુભા, છગુભા અજુભા, રણછોડજી, ભાવસંગજી પતુભા, રવુભા, સ્વ. દિલુભા, મહેન્દ્રસિંહના કાકાઇ ભાઇ, રણજિતસિંહ, જયરાજસિંહના પિતા, સુખદેવસિંહ, ધ્રુવરાજસિંહ, પ્રવીણસિંહ, વિક્રમસિંહ, યુવરાજસિંહ, ધર્મેન્દ્રસિંહના કાકા, સોઢા સ્વ. સુરતાજી મકાજી (ખેતલારી)ના જમાઇ તા. 19-12-2025ના અવસાન પામ્યા છે. સાદડી તા. 20-12થી તા. 23-12-2025ના બપોર સુધી. ઉત્તરક્રિયા તા. 30-12-2025ના મંગળવારે જાડેજા ભાયાતની ડેલી ખાતે.

અંતરજાળ (તા. અંજાર) : મૂળ સંઘડ (તા. અંજાર)ના ધરમગર દયાલગર ગુંસાઇ (ઉ.વ. 70) તે સ્વ. જાનબાઇ તથા સ્વ. ભાણબાઇ દયાલગરના પુત્ર, લીલાવંતીબેનના પતિ, પરેશગર તથા દક્ષાબેનના પિતા, ચેતનાબેન તથા રાજેશગિરિ (માંડવી)ના સસરા, સ્વ. શંકરગર, ગોવિંદગર, રામગર, શ્યામગર, સ્વ. રામબાઇબેન, સ્વ. દેવુબેન, સ્વ. ધનુબેન, સ્વ. કાશીબેન, ગં.સ્વ. વેલુબેનના ભાઇ, ગં.સ્વ. શાંતાબેન, સ્વ. નર્મદાબેન, રતનબેનના દિયર, લીલાવંતીબેનના જેઠ, સ્વ. રામબાઇબેન વિશ્રામગર (નાની ખેડોઇ)ના જમાઇ, નિરાલીબેન, અજયગર, કેવલગરના દાદા, કેમી, માધવના નાના, સ્વ. ગુલાબગર, સ્વ. તારાબેન, દમયંતીબેન, ગીતાબેન, લતાબેન, હરેશગર, મહેન્દ્રગર, સુરેશગર, સંજયગર, અશોકગર, શિલ્પાબેનના કાકા, દિલીપગર, ભરતગર, જગદીશગર, ભાવનાબેનના મોટાબાપા, સ્વ. દલપતગિરિ, હિંમતગિરિ, ભરતગિરિ, ગં.સ્વ. પુષ્પાબેન, વનિતાબેન, ભગવતીબેન, ઇન્દુબેનના બનેવી તા. 18-12-2025ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 20-12-2025ના શનિવારે સાંજે 4થી 5 દશનામ ગોસ્વામી સમાજવાડી, કપિલ મુનિ આશ્રમની બાજુમાં, આદિપુર ખાતે.

ગોધરા (તા. માંડવી) : જોષી ઉર્મિલાબેન મેઘરાજ (ઉ.વ. 70) તે જોશી મેઘરાજ કલ્યાણ (ગાભા મહારાજ)ના પત્ની, જયેશ, પરેશ (પત્રકાર કચ્છ ભૂમિ), પીયૂષ (હાસ્ય કલાકાર)ના માતા, કરસન કલ્યાણના ભાભી, વિશનજી હરજી (દુર્ગાપુર), રમેશ મૂરજી (ભુજ), ચિરાગ સાજન (રાજકોટ)ના કાકી, રેણુકા જયેશ, કાશ્મીરા પરેશ, મમતા પીયૂષના સાસુ, નમન, સાગરભૂમિ, સૃષ્ટિના દાદી, સ્વ. ગંગાબેન અરજણ ગામોટ (ગાંધીધામ કંડલા)ના પુત્રી, સ્વ. અમૃતલાલ અરજણ ગામોટ, સ્વ. ગાભાભાઇ ગામોટ, ઘનશ્યામ અરજણ ગામોટના બહેન તા. 18-12-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 22-12-2025ના સોમવારે સાંજે 4થી 5.30 ગોધરા અંબેધામ અન્નક્ષેત્રની પાછળના હોલમાં.

મોટા આસંબિયા (તા. માંડવી) : મંગળાબેન દામોદરગિરિ ગોસ્વામી (ઉ.વ. 90) તે સ્વ. દામોદરગિરિ લાલગિરિના પત્ની, સ્વ. સુંદરવન મોતીવન (જીંજાય)ના પુત્રી, ઉર્મિલાબેન હરિગિરિ (મેઘપર), ચંચલબેન પ્રતાપગિરિ (મુંદરા), સ્વ. કિશોરગિરિ, પ્રવીણગિરિ, નવીનગિરિ, જયાબેન ચંદનગિરિ (ટુંડા), સ્વ. હરેશગિરિ, દિનેશગિરિ, રંજનબેનના માતા, દમયંતીબેન, સ્વ. હંસાબેન, જ્યોતિબેન, રંજનબેન, સ્વ. જ્યોત્સનાબેનના સાસુ, જયકિશનગિરિ, ડિમ્પલબેન ભાવેશગિરિ (મુંબઇ), રીટાબેન, જયદીપગિરિ, આરતીબેન ધીરેનગિરિ (અંજાર), જાનકીબેન ધવલભારથી (ભુજ), ચાંદનીબેન, સાગરગિરિ, યોગિનીબેન મનોજગિરિ (સુરત), જયમીતગિરિ, ભાવિકગિરિ, નેહાબેન નયનગિરિ (ભુજ), દેવાંશીબેન, કૃતાર્થગિરિના દાદી, સ્વ. શંકરગિરિ લાલગિરિ (બિલેશ્વર), સ્વ. ભવાનગિરિ દયાલગિરિ (ભેરૈયા), સ્વ. મંગલગિરિ મુલગિરિ, સ્વ. નરોત્તમગિરિ નારાણગિરિ (જામનગર)ના ભાભી તા. 19-12-2025ના અવસાન પામ્યા છે. બેસણું તા. 22-12-2025ના સોમવારે સાંજે 4થી 5 નિવાસસ્થાને.

ભુજપુર (તા. મુંદરા) : ગોપાલજી મેઘરાજજી જાડેજા (ઉ.વ. 85) તે રણજિતસિંહ (નટુભા), પ્રવીણસિંહ, ભરતસિંહ, દિલાવરસિંહના પિતા, મયૂરસિંહ, વનરાજસિંહ, પ્રદીપસિંહ, ધર્મેન્દ્રસિંહ, નરેન્દ્રસિંહ, દિવ્યરાજસિંહ, મિતરાજસિંહના દાદા, શિવપાલસિંહના પરદાદા તા. 19-12-2025ના અવસાન પામ્યા છે. બેસણું તા. 23-12-2025ના નીલકંઠ મહાદેવ મંદિર, ઉત્તરાદા દરબાર ફળિયા ખાતે.

મંગવાણા (તા. નખત્રાણા) : મણિલાલ મગનભાઇ સેંઘાણી (ઉ.વ. 70) તે મણિબેન મગનભાઈના પુત્ર, મંજુલાબેનના પતિ, સ્વ. પરષોત્તમભાઇ, સ્વ. ચંદુભાઇ, સ્વ. નવીનભાઇ, ધીરુભાઇના મોટા ભાઇ, પ્રભાબેન, મંજુલાબેન, ચંપાબેનના જેઠ, પ્રકાશ, ભાવેશ, પ્રજ્ઞા (રત્નાગિરિ), મીના (માધાપર-ભુજ)ના પિતા, સરસ્વતી, ઉષાબેનના સસરા, મિત, નવ્યા, અંશ, જ્યોતના દાદા, રામજી સામજી ચોપડા (ભિટારા)ના જમાઇ તા. 19-12-2025ના ચીખલી (બિલીમોરા) ખાતે અવસાન પામ્યા છે. સાદડી તા. 23-12-2025ના સવારે 9થી 11 અને બપોરે 3થી 5 પાટીદાર સમાજવાડી, મંગવાણા ખાતે.

ગેડી (તા. રાપર) : વાઘેલા નાનાબા મદારસિંહ (ઉ.વ. 93) તે સ્વ. જીલુભા, સ્વ. નટુભા, મહિપતસિંહ, દશરતસિંહ, પ્રવીણસિંહ, ધીરજબાના માતા, જુવાનસિંહ, દેવેન્દ્રસિંહ, રામદેવસિંહ, વીજેન્દ્રસિંહ, હરપાલસિંહ, ભરતસિંહ, યશરાજસિંહના દાદી તા. 18-12-2025ના અવસાન પામ્યા છે.

નાન્દ્રા (તા. અબડાસા) : સોઢા શિવુભા રાણજી (ઉ.વ. 65) તે સ્વ. સતીદાનસિંહ રાણજી, સ્વ. ગાભભા રાણજી, ચંદનસિંહ રાણજીના ભાઇ, પ્રતાપસિંહ, સુમેરસિંહ, ગેમરસિંહ, લાલુભા, જાલુભાના કાકાઇ ભાઇ, યુવરાજસિંહ, દિગ્વિજયસિંહના પિતા, હરસિદ્ધિબાના દાદા તા. 15-12-2025ના અવસાન પામ્યા છે. બેસણું નિવાસસ્થાને તથા ઉત્તરક્રિયા તા. 1-1-2026ના.

નરેડી (તા. અબડાસા) : મિત્રી ફાતમાબાઇ હાજી રહેમતુલ્લા (ઉ.વ. 98) તે મિત્રી અ.રસીદના માતા, અબ્દુલકરીમ, અકિલ, નદીમ, ફહિમના દાદી, સાહિલ, મુસ્તફા, મુજ્જમિલના મોટી દાદી તા. 19-12-2025ના અવસાન પામ્યા છે. જિયારત તા. 22-12-2025ના સોમવારે સવારે 10.30થી 11.30 જુમ્મા મસ્જિદ, નરેડી ખાતે.

આરીખાણા (તા. અબડાસા) : અબડા ફૈઝાન (ઉ.વ. 18) તે હુશૈન મામદના પુત્ર, આરીફના ભાઇ, અબડા આધમ દુજાના પૌત્ર, જાફર, ઇસ્માઇલ, ઇશા, કાસમ, મુબારક, ઓસમાણ, મુસા, ઇબ્રાહિમ, હાસમના ભત્રીજા, મ. ગજણ હાજી સાલેમામદ, મ. હાજી અબ્દુલ, નૂરમામદ, હારુન (કડુલી)ના ભાણેજ તા. 17-12-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 21-12-2025ના રવિવારે સવારે 10 વાગ્યે નિવાસસ્થાન આરીખાણા ખાતે.

ધ્રોલ : ભાવેશભાઇ વિનોદરાય ભટ્ટ (ઉ.વ. 45) તે કૃપાલીના પતિ, ધ્યાનના પિતા, દીનાબેન અને નીતિન વૃજલાલ ભટ્ટ (ઝપાટા-ભચાઉવાળા)ના જમાઇ, ભાવિક, ભક્તિના બનેવી, દેવેનકુમાર (મુંદરા)ના સાઢુભાઇ તા. 18-12-2025ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 20-12-2025ના શનિવારે સાંજે 4થી 5 પટેલ સમાજવાડી, એસ.ટી. રોડ, ધ્રોલ ખાતે.

જામનગર : મૂળ ગોણિયાસરના વસંતભાઇ દામજીભાઇ ગણાત્રા તે મંગળાબેનના પતિ, સ્વ. દામજીભાઇ અરજણ અને હંસાબેનના પુત્ર, રાહુલ, રોશની, પ્રિયાના પિતા, જાગૃતિબેન, વિજયભાઇ, ખુશાલ, અરૂણાબેનના મોટા ભાઇ, બિજલબેનના જેઠ, દીપકભાઇના વેવાઇ, જનીશના સસરા, કિશોરભાઇ મજેઠિયા (મઉં મોટી), હિતેષ કાટિયા (ભુજ)ના સાળા, જાદવજી વેલજી રાયમંગ્યાના જમાઇ, શંભુલાલ, સ્વ. નવીનભાઇના બનેવી તા. 18-12-2025ના અવસાન પામ્યા છે. છે. બેસણું તા. 21-12-2025ના સાંજે 4થી 4.30 ગોકુલનગર, રડાર રોડ, સનવારા સમાજ, જામનગર ખાતે.

Panchang

dd